દેશની સિરામિક જરૂરિયાત પૈકીની 70 ટકા જરૂરિયાત જે શહેર પુરી કરે છે તે મોરબીમાં સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસના ભાવમાં ક્રમશ: વારંવાર ભાવ વધારો ઝિંકાયો છે, જેની વિપરિત અસર ઉત્પાદન પર પડી છે અને બીજી તરફ અન્ય ચીજોના ભાવવધારાના લીધે ડિમાન્ડ ઘટી જતાં સિરામિક ઉદ્યોગ મંદીની અસરમાં આવી જતાં એસોસિએશનના પ્રમુખ સહિતના આગેવાનો રાજ્યમંત્રી મેરજાને મળ્યા હતા અને ગેસના ભાવ વધારાને કાબુમાં રાખવા અને પ્રોડક્શનને ગતિમાં લાવવા ભાવ ઘટાડવાની માગણી કરી છે.
બિલ્ડીંગ મટીરીયલમા ભાવમા વધારો થતા બાંઘકામ ક્ષેત્રેમા તેની માઠી અસર પડી છે. જેથી ડોમેસ્ટીક બજારમા 5 મહિનાથી ટાઈલ્સ, સેનેટરીવેરની માંગ 40% ઘટી ગઈ છે. તેમજ એક્સપોર્ટમા 10 મહિનાથી શીપીંગલાઈનના ભાડા અતિશય વધી જવાથી એક્સપોર્ટમા ઘટાડો થયો છે, હાલ ચાલી રહેલા રશિયા અને યુક્રેનના યુઘ્ઘના કારણે 6 મહિનામાં ગુજરાત ગેસમાં બમણાથી વધુ ભાવ વધારો થયેલો હોવાથી ટાઈલ્સ અને સેનેટરીવેરમા ઉત્પાદન કોસ્ટ ખુબજ વઘવાથી ચાઈના સામે વૈશ્વિક લેવલે એક્સપોર્ટમાં ટકી રહેવું એ મોટી મુશ્કેલી છે.
ઉદ્યોગોને હાલની આવી સમસ્યામાં બજારમા ટકી રહે તે માટે ગેસના ભાવ ઘટે તે ખુબ જ જરુરી છે તે માટે મંત્રી બ્રિજેશ મેરજા સાથે સર્કિટ હાઉસમાં સિરામિક એસો. પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા તેમજ અન્ય ઉદ્યોગકારોએ મળીને રજૂઆત કરી હતી આ બાબતે મંત્રીએ હકારાત્મક અભિગમ સાથે વહેલી તકે યોગ્ય નિર્ણય કરવાની ખાતરી આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.