મોરબી સહિત રાજ્યભરમાં લમ્પી વાયરસે કહેર મચાવતા મોટી સંખ્યામાં પશુઓના મૃત્યુ પામ્યા છે. જો કે તંત્ર હાલ આંકડા છૂપાવવામાં વ્યસ્ત હોય તેમ સાચા આંકડા સામે આવ્યા ન હતા, બીજી તરફ પશુઓને સમયસર વેક્સિન ન મળવાથી વાયરસ ઝડપથી પ્રસર્યો જેના કારણે મોટી સંખ્યામાં ગૌવંશ મોતને ભેટ્યા હતા.
લમ્પી વાયરસ ચેપી રોગ હોય અને એક પશુમાંથી બીજા પશુમાં ઝડપથી પ્રસરે છે જેથી મૃત્યુ પામેલા ઢોરને તાત્કાલિક ઊંડા ખાડામાં દાટી તેમના પર મીઠું અથવા જંતુનાશક દવાનો છંટકાવ કરીને મૃતદેહ નિકાલ કરવાનો હોય છેે. જો કે મોટા ભાગના પશુપાલકોને આ અંગે જાણકારી ન હોવાથી પશુપાલકોએ જ નિકાલ કરી દીધા હતા. મોરબી તાલુકાના જોધપર ગામ નજીક મચ્છુ 2 ડેમથી નજીક ખુલ્લામા મોટા પાયે નિકાલ થતો હતો.
ખૂબ મોટી સંખ્યામાં ગૌ વંશના મૃતદેહ ખુલ્લામાં પડ્યા હતા. જેના કારણે વાયરસ મોટા પાયે પ્રસરે તેવી સ્થિતિ ઉદ્દભવી હતી.લમ્પી વાયરસથી જો કોઈ ગાયનું મોત થયું હોય તો તે ગૌ વંશનો નિકાલ કરવાની જવાબદારી જે તે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની રહે છે.જો કે પાલિકા હોય કે ગ્રામ પંચાયત તમામે હાથ અધર કરી દીધા હતા. બીજી તરફ મોરબી તાલુકાના જોધપર ગામ નજીક મચ્છુ 2 ડેમથી નજીક ખુલ્લામા મોટા પાયે નિકાલ થતો હતો.
ખૂબ મોટી સંખ્યામાં ગૌ વંશના મૃતદેહ ખુલ્લામાં પડ્યા હતા. એ અંગે દિવ્ય ભાસ્કરમાં પ્રસિધ્ધ થયેલા અહેવાલો બાદ જિલ્લા પંચાયત વિભાગ તેમજ પશુપાલન વિભાગ દોડતું થયું હતું અને તાત્કાલિક અધિકારીઓ ત્રણ જેસીબી સાથે દોડી ગયા હતા અને ખાડાઓ કરી, જરૂરી મીઠું તેમજ અન્ય જંતુનાશક દવાઓ ઉમેરી ગાયના મૃતદેહને દફનાવવામાં આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.