• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • In The Hygiene Survey, It Was Ranked 11th In The State From 23rd Place Last Year And 85th Place This Year From 234th Place In The Country.

મોરબીની ઊંચી છલાંગ:સ્વચ્છતા સર્વેક્ષણમાં રાજ્યમાં ગત વર્ષના 23મા ક્રમેથી 11મો અને દેશમાં 234મા સ્થાનેથી આ વર્ષે 85મો નંબર મેળવ્યો

મોરબી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
જાહેર સ્થળોની સાફ સફાઇ, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના પરિણામે રેન્કિંગ સુધર્યું. - Divya Bhaskar
જાહેર સ્થળોની સાફ સફાઇ, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના પરિણામે રેન્કિંગ સુધર્યું.
  • નગરપાલિકાએ પર્ફોર્મન્સમાં નોંધપાત્ર સુધારો કરી બતાવ્યો|રાજકોટ ઝોનમાં પણ 30 નગરપાલિકાને પછાડી પ્રથમ ક્રમે આવી દબદબો હાંસલ કર્યો

દેશભરમાં લોકો સ્વચ્છતા પ્રત્યે જાગૃત થાય અને પાલિકા પણ પોતાની કામગીરી વધુ ગુણવત્તા યુક્ત કરે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા 5 વર્ષથી સ્વચ્છતા સર્વેક્ષણ હાથ ધરી રહી છે. છેલ્લા 3 વર્ષથી રેકિંગમાં પછડાટ જોવા મળી હતી. જો કે આ વર્ષે તેમાં સુધારો આવ્યો છે.જેમાં આ વર્ષે મોરબી પાલિકાએ રાજ્યમાં 7મો ક્રમ મેળવ્યો તો દેશમાં 85મો ક્રમ મેળવ્યો હતો.જ્યારે રાજકોટ ઝૉનમાં આવતી 30 નગરપાલિકામાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો. જ્યારે 3450 સ્કોર મેળવ્યા છે. દેશભરમાં છેલ્લા 5 વર્ષથી કેન્દ્ર સરકાર દ્વારા શહેરની સ્વચ્છતા બાબતમાં સર્વે કરવામાં આવે છે. અને તેના આધારે રેન્કિંગ આપવામાં આવી રહ્યા છે. આ વર્ષે પણ ઇન્દોર શહેર દેશમાં સતત પાંચમીવાર પ્રથમ ક્રમે રહ્યું છે. જ્યારે સુરત બીજા ક્રમે રહ્યું છે. જો કે ઓછી વસ્તી ધરાવતી નગરપાલિકા પણ આ સર્વેમાં જોડાય છે.જો કે મહાનગરપાલિકાઓના મસમોટા બજેટ અને કર્મચારીઓની ફોજ સામે સ્પર્ધામાં ટકવાની શક્તિ ન હોવાથી બીજા સર્વેક્ષણ બાદ વસ્તી આધારે સર્વે કરવામાં આવે છે.

ગત વર્ષની સરખામણીમાં કામગીરી સુધારી, જેથી આ પરિણામ આવ્યું
મોરબી નગર પાલિકાનો એક લાખથી વધુ અને 10 લાખથી ઓછી વસ્તીની કેટેગરીમાં સમાવેશ કરાયો હતો, જેમાં છેલ્લા ત્રણ ચાર વરસથી મોરબી પાલિકાનો રેન્ક સતત ઘટી રહ્યો હતો જો કે 2021માં થયેલા સર્વેક્ષણમાં સુધારો આવ્યો છે. મોરબી નગર પાલિકા આ વર્ષ સમગ્ર રાજકોટ ઝોનમાં પ્રથમ ક્રમે રહી છે. રાજકોટ ઝોનમાં આવતી 30 નગરપાલિકાનો સમાવેશ થાય છે. આ 30 પાલિકામાં પ્રથમ ક્રમે રહી છે. તો રાજ્યમાં 7મા ક્રમે જયારે દેશમાં 85મો ક્રમ આવ્યો છે.ગત વર્ષની વાત કરીએ તો રાજ્યમાં 23માં ક્રમે હતું જયારે દેશમાં 206 ક્રમ રહ્યો હતો. મોરબી પાલિકામાં આ વર્ષે થયેલા સ્વચ્છતા સર્વેક્ષણ વખતે કુલ 6000માંથી 3410.14 સ્કોર મળ્યો છે.જયારે ઓડીએફની વાત કરીએ તો મોરબીને તેમાં પણ ડબ્બલ પ્લસ જાહેર કરવામાં આવ્યું છે.

પરફોર્મન્સ સુધારા પાછળના આ રહ્યા મુખ્ય કારણો

  • મોરબી પાલિકા દ્વારા ચાલુ વર્ષે સર્વેક્ષણના એક મહિના પહેલા રાજકોટ કોર્પોરેશનની મદદથી શહેરના તમામ મુખ્ય માર્ગો અને કોમર્શિયલ કોમ્પલેક્ષ અને જાહેર સ્થળમાં સફાઈ ઝુંબેશ.
  • ડોર ટુ ડોર ગાર્બેજ નિકાલ માટે વાનની સંખ્યા વધારી.
  • જાહેર શાૈચાલયના રીનોવેશન.
  • હોર્ડિંગ્સ, લોક જાગૃતિ અભિયાન.
  • કચરા નિકાલ વ્યવસ્થા.
  • ડમ્પિંગ સાઈટમાં કચરામાંથી ખાતર બનાવવાં સહિતના પ્લાન્ટ સહિતની કામગીરી વધુ આધુનિક બનાવાઈ.
  • શહેરીજનો પાસે ફીડબેક વધારવા એપ્લીકેશન ડાઉનલોડ કરાવી ફીડબેક મેળવ્યા.
અન્ય સમાચારો પણ છે...