• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • In Tankara The Leader's Speech Was Heard By A Drunkard Wandering Down The Road; Attempts To Stop A BJP Worker From Shooting A Video

ભાજપની સભામાં દારૂડિયો મોજમાં!:ટંકારામાં નેતાનું ભાષણ દારૂડિયાએ રોડ નીચે આળોટીને સાંભળ્યું; ભાજપના એક કાર્યકરનો વીડિયો શૂટિંગ ન થાય તે માટે આડા આવવાનો પ્રયાસો

મોરબી12 દિવસ પહેલા

ચૂંટણીની મોસમ આવતા જ દેશી દારૂની પોટલીઓ પીતા બેવડાઓને બાટલીઓ મળી જતી હોય છે અને રાત્રે તો ઠીક દિવસે પણ દારૂડિયાઓ ઝુમ બરાબર ઝુમ બનીને હેલીકોપ્ટર બનીને ફરતા હોય છે. ત્યારે ટંકારા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવારની જાહેરસભામાં આવો જ એક દારૂડિયો ફૂલ મોજમાં આવી ગયો હતો અને નેતાઓના ભાષણ વખતે જ આળસ ખંખેરી ઉભો થતા એક ભાજપનો ખેસ પહેરેલા કાર્યકરે આ વીડિયો શૂટિંગ ન થાય તે માટે આડા આવવા પ્રયાસો કર્યા હતાં.

વિધાનસભા ચૂંટણીને કારણે મતદારોને ભજીયા, ચાપડી સહિતના નાસ્તા-ભોજનની જમાવટ થઈ છે અને કેટલીક જગ્યાએ છાંટાપાણીની જોગવાઈ પણ છાંનાખૂણે ચાલી રહી છે. ત્યારે ટંકારાના હડમતીયા ગામે યોજાયેલા ભાજપના ઉમેદવાર દુર્લભજી દેથરીયાની જાહેરસભામાં મંચ પાસે જ એક શરાબીએ નશાની હાલતમાં ભાન ગુમાવી દઈ બેસવાને બદલે રોડ નીચે આળોટીને ધ્યાનથી ભાષણ સાંભળ્યું હતું. નેતાઓના ભાષણ સમયે અચાનક જ આળસ મરડી થોથવાતી જીભે આ ડીઝલ એન્જીને બફાટ ચાલુ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...