બે જૂથ વચ્ચે છૂટા હાથની મારામારી:મોરબીના રોહીદાસપરામાં એંઠવાડ નાખવા મુદે પાડોશીઓ બાખડ્યા; સામસામે પોલીસ ફરિયાદ નોંધાઈ

મોરબી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

મોરબીના રોહીદાસપરા વિસ્તારમાં શેરીમાં એઠવાડ નાખવાં મુદ્દે પાડોશીઓ બાખડ્યા હતાં. જેમાં બે જૂથ વચ્ચે હથિયાર સાથે છુટા હાથની મારામારી થઈ હતી. જેમાં બંને પક્ષે લોકોને ઈજા પહોંચતાં બનાવ મામલે બંને પક્ષે સામસામી પોલીસ ફરિયાદ નોંધાવી છે.​​​​​​​

માથાના ભાગે મારી ઈજા પહોંચાડી
આ મારામારીના બનાવમાં રોહીદાસપરા મેઈન રોડ પર રહેતાં કેસુ અમરા સોલંકીએ આરોપી રવિ પરષોતમ ચૌહાણ, તુષાર દીપક ચૌહાણ, પ્રથમ દીપક ચૌહાણ, જીગુ હકા ચૌહાણ, કિશોર રમેશ ચૌહાણ, મયુર પરષોતમ ચૌહાણ, મીના પરષોતમ ચૌહાણ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, ફરિયાદી કેસુભાઇના પત્ની શેરીમાં એઠવાડ નાખવા જતાં હોય ત્યારે આરોપી મીનાબેન ચૌહાણને સારું નહિં લાગતાં બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો અને ગાળો બોલવાની ના પાડતાં મીનાબેને ઉશ્કેરાઈ જઈને ઝઘડો કર્યો હતો. તેમજ આરોપી મીનાબેનના કૌટુંબિક ભાઈઓ આવીને લાકડાના ધોકા, એલ્યુમીનીયમ પટ્ટી, છુટા પથ્થરના ઘા મારી કેસુભાઇને માથાના ભાગે મારી ઈજા પહોંચાડી હતી.​​​​​​​

પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી
જ્યારે સામાપક્ષે રોહીદાસપરા મેઈન રોડ પર રહેતા કાંતા પરષોતમ ચૌહાણ દ્વારા આરોપી કેશુભાઈ ઉર્ફે કારૂ અમરાભાઈ સોલંકી, સિદ્ધરાજ તુલસી સોલંકી, વિનોદ અમરા સોલંકી, મુકેશ વિનોદ સોલંકી, પુષ્પા કેશુ સોલંકી, અભીલાસા તુલસી સોલંકી રોહીદાસપરા મેઈન રોડ મોરબી વાળા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, ફરિયાદી કાંતાબેનના મકાન પાસે પુષ્પાબેન એઠવાડ નાખતાં એઠવાડ નાખવાની ના પાડતાં સારું નહિં લાગતાં ફરિયાદી કાંતાબેન અને જેઠનો દીકરો તેમજ કાંતાબેનની દીકરી સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. જેમાં, છુટા પથ્થરના ઘા મારી તેમજ પાઈપ અને તલવાર સાથે ફરિયાદી કાંતાબેન અને અન્યને માર મારી ઈજા કરી હતી. મોરબી સીટી બી-ડીવીઝન પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...