નજીવી બાબતે હુમલો:મોરબીના રોહીદાસપરામાં મકાન વેચાણના પૈસા બાબતે મનદુઃખમાં મહિલા પર હુમલો, જાનથી મારી નાખવાની ધમકી આપી

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મોરબીના રોહીદાસપરામાં મહિલાને માતાએ મકાન વેચાણના પૈસા બાબતે મનદુઃખ થતા 5 ઇસમોએ મહિલાને માર મારી ઈજા પહોંચાડી હતી. જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદના એલીશબ્રીજ આંબેડકર કોલોનીમાં રહેતા નીલમબેન અનિલભાઈ જાદવ નામની મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તેની માતાએ મકાન વેચાણ કર્યો હતો. જે મકાન વેચાણના પૈસા બાબતે મનદુઃખ થતા સુનીલ અનિલ જાદવ અને જીગ્નેશ ઉર્ફે જીગર અનિલ જાદવ દ્વારા છરી અને પાઈપ વડે રોહીદાસપરા મેઈન રોડ ખાતે મારામારી કરી નીલમબેન જાદવને ઈજા પહોંચાડી હતી. તેમજ સવિતાબેન અનિલ જાદવ તેમજ આરોપી જ્યોતિબેન દાફડાએ ઢીકા પાટુંનો માર માર્યો હતો. જગદીશ બળવંત દાફડાએ છૂટો ટાઈલ્સ ઘા કરી ઈજા પહોંચાડી હતી અને મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આમ મહિલાને તેની માતા, બહેન-બનેવી દ્વારા માર મારવામાં આવ્યો હતો.

જે બનાવ મામલે સીટી બી ડીવીઝન પોલીસે અમદાવાદ એલીશબ્રીજ આંબેડકર કોલોનીના રહેવાસી સુનીલ અનીલ જાદવ, જીગ્નેશ ઉર્ફે જીગર અનીલ જાદવ, સવિતાબેન અનિલભાઈ જાદવ તેમજ રાજકોટ મોટા મોવાના રહેવાસી જ્યોતિબેન જગદીશ દાફડા અને જગદીશ દાફડા એમ પાંચ આરોપીઓ વિરુદ્ધ મારામારી અને ધમકી આપવાનો ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.

અન્ય સમાચારો પણ છે...