સામુહિક આપઘાતનો પ્રયાસ:મોરબીના રંગપર ગામે દંપતીએ સજોડે ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો, એક વર્ષ અગાઉ જ થયા હતા લગ્ન

મોરબી18 દિવસ પહેલા
  • કૉપી લિંક

મોરબીના રંગપર ગામે દંપતીએ સજોડે ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામ્યો છે. જેમાં હાલ દંપતીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને બન્ને સારવાર હેઠળ છે.

બનાવની મળતી વિગત મુજબ મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં દલસુખભાઇ મનજીભાઇ પટેલની વાડીમાં રહીને ખેત મજૂરી કરતા રીનેશભાઇ સુખદેવભાઇ સીમલદેવ અને તેમની પત્નીએ વાડીમાં જ ઝેરી દવા ગટગટાવી હતી. જેની જાણ યુવકના પિતા સુખદેવભાઇને થતા તરત તેમણે 108નો સંપર્ક કરી બન્નેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. આ અંગેની જાણ મોરબી તાલુકા પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બન્નેના લગ્ન 1 વર્ષ પૂર્વે જ થયા હતા. ત્યારે પોલીસ દ્વારા આપઘાતના પ્રયાસનું ચોક્કસ કારણ જાણવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પ્રાથમિક તપાસમાં મળતી વિગત મુજબ પતી સાથે પત્ની જમવા ન બેઠા હતા. જેમાં પતિને ખોટું લાગતા તેણે ઝેરી દવા પીધી હતી. ત્યારબાદ તેને જોઈએ પત્નીએ પણ દવા પીવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આજુબાજના લોકો દોડી આવતા બંનેને સારવાર માટે હોસ્પીટલે ખસેડાયા હતા. આજ કારણ છે કે બીજું કઈ પોલીસ તપાસ ચલાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...