તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વાંકાનેર નજીક આવેલા રામપરા વીડીમાં વર્ષ 2007માં સિંહ માટે જીનપુલ અને બ્રિડિંગ સેન્ટર તૈયાર કરાયું છે. જેમાં 11 સિંહ છે. હાલમાં પડી રહેલી ઠંડીથી વનરાજોને રક્ષણ આપવા માટે પાંજરાને નેટીંગ કરવામાં આવ્યું છે. અને પાંજરા અંદર હિટર પણ મુકવામાં આવ્યા છે. સિંહને ઠંડી વધુ લાગતી હોય છે અને શિયાળા દરમિયાન તેનો ખોરાક પણ વધી જતો હોય છે. સિંહ પરિવારને પહેલાં દૈનિક 50 કિલોગ્રામ મીટ અપાતું તેમાં 20 ટકાનો વધારો કરીને દરરોજ 60 કિલો ગ્રામ મીટ ખોરાક માટે આપવામાં આવી રહ્યું છે.
રામપરા અભયારણ્યમાં સિંહ ઉપરાંત ચિત્તલ અને ચિંકારા માટેના પણ બ્રિડિંગ સેન્ટર બનાવવામાં આવેલા છે. હાલમાં તેમાં 3 માદા 2 નર અને 6 બચ્ચા એમ 11 સિંહ છે. આ ઉપરાંત 4 દીપડા અને 420 ચિત્તલ પણ છે. કુલ 1851 હેક્ટર જમીન પર આ અભયારણ્ય ફેલાયેલું છે. જેમાં તાજેતરમાં જ ચિત્તલની ગણતરી પૂરી કરવામાં આવી છે. હાલમાં ઠંડીની સીઝનમાં સિંહોને રક્ષણ આપવા માટે તેમના વિશાળ પાંજરા ફરતે નેટ લગાવવામાં આવી છે. તેમજ તેની અંદર હિટર પણ લગાવાયા છે. આ અભયારણ્યમાં સિંહ અને દિપડા ઉપરાંત 70 જંગલી ભૂંડ તથા લુપ્ત થતી પ્રજાતિના 15 જંગલી નાર પણ છે. આ પ્રાણીઓને પીવાના પાણી માટે એક મોટું તળાવ સહિત 6 પોઇન્ટ પણ બનાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ અભયારણ્ય સામાન્ય પ્રજા માટે પ્રતિબંધિત છે.
અહીંના સિંહની ડણક દેશભરમાં ગુંજે છે
અહીં જન્મેલા સિંહમાંથી 11 સિંહને દેશના વિવિધ પ્રાણી સંગ્રહાલય તથા અભયારણ્યમાં મોકલ્યા છે. જેમાં 1 હરિયાણા, 1 જયપુર, 3 આંબરડી સફારી પાર્કમાં, 1 જોધપુર, 1 ઇન્દ્રોડા પાર્ક, 2 મૈસુર તથા 2 કેવડીયા સફારી પાર્કમાં છે. આમ સૌરાષ્ટ્રના સિંહોની ડણક દેશભરમાં ગુંજી રહી છે.
શિયાળામાં ખોરાકમાં 20 % વધારો
શિયાળામાં સિંહોના ખોરાકમાં સામાન્ય રીતે 20 % વધારો થતો હોય છે. રામપરા જીનપુલ ખાતે જ સિંહોના ખોરાક માટે મીટ પ્રિપરેશન રૂમ બનાવાયેલો છે. સામાન્ય દિવસોમાં વયસ્ક સિંહો અને બચ્ચાઓ મળીને 50 કિગ્રા જેટલું માંસ અપાતું હોય છે. જે શિયાળામાં 60 કિગ્રા આપવામાં આવે છે. વયસ્ક સિંહોને મીટ તથા બચ્ચાને ચિકન આપવામાં આવે છે. > સી.વી. સાણજા , આરએફઓ,રામપરા વીડી
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.