આત્મહત્યા:મોરબીના નીચી માંડલ ગામમાં બીમારીથી કંટાળી વૃદ્ધાનો આપઘાત

મોરબી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઝેરી ટીકડાં ખાઇ વૃધ્ધાએ જિંદગીનો જ અંત આણી લીધો
  • લાલપર નજીક સિરામિક ફેકટરીમાં આધેડનું આકસ્મિક મોત

મોરબી જિલ્લામાંં કાળચક્ર ફરી વળ્યું હોય તેમ નીચી માંડલના વૃધ્ધાએ બીમારીથી કંટાળીને ઝેરી ટીકડાં ખાઇને મોત માગી લીધું હતું તો અન્ય એક બનાવમાં લાલપર નજીક સિરામિક ફેક્ટરીમાં આધેડ કોઇ કારણોસર અચાનક બેભાન થઇ ગયા હતા અને હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં તેમનું મોત નીપજતાં આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.

આ બનાવની મળતી માહિતી અનુસાર મોરબીના નીચી માંડલ ગામમાં રહેતા લીલાવતીબેન રામજીભાઈ દેત્રોજા નામના 75 વર્ષના વૃધ્ધાને છેલ્લા દોઢ વર્ષથી કમરના નીચેની ગાદીના ભાગે દુખાવો રહેતો હોય તેમજ પગમાં પણ અવારનવાર સોજો રહેતો હોવાથી ચાલી શકતા ન હોય ઉપરાંત બ્લડપ્રેશર અને અન્ય નાની મોટી બીમારી હતી.

સારવાર ચાલતી હોવા છતાં તેઓને તકલીફ સહન ન થતા લીલાવતીબેને કંટાળી જઈ ઝેરી દવાના ટિકડા ખાઈ લીધા હતા. જે બાદ પરિવારજનો ગંભીર હાલતમાં વૃદ્ધાને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા જ્યાં તેમનું મોત થયું હતું બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

બીજા એક બનાવમાં મોરબીના હરીઓમ પાર્કમાં રહેતા લક્ષ્મણભાઇ દેવશીભાઇ મકવાણા નામના આધેડનું લાલપર નજીક આવેલ પ્રિયા ગોલ્ડ સીરામીક ફેકટરીમાં કોઈ કારણસર બેભાન થઈ જતા બેભાન હ હાલતમાં સીવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા બનાવ અંગે મૃતકના પુત્રના નિવેદન મુજબ એડી નોંધ કરી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...