પાણી ભરાવવાની સમસ્યા:મોરબીના લાતી પ્લોટમાં પાલિકાએ પાણીનો નિકાલ કરી રસ્તા પર બુરાણ કર્યું

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અનેક રજૂઆત બાદ પાલિકાની ટીમ લાતી પ્લોટમાં પહોંચી

મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં 20 વર્ષથી વરસાદી પાણી ભરાવવાની સમસ્યા છે. દર વર્ષે ચોમાસામાં પાણી ભરાવવાની સમસ્યા સામે આવે છ. એક વર્ષ પહેલા આ વિસ્તારમાં 20 કરોડના ખર્ચે ભૂગર્ભ અને સીસીરોડના કામ મંજુર થયા હતા. આ સિવાય લાતી પ્લોટ 7માંથી પાણીની લાઈન નીકળી રહી છે જે અવાર નવાર લીકેજ થવાથી પાણી ભરાવવાની સમસ્યા ઉભી થઈ છે.

આ અંગે દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ આજે પાલિકાની ટીમ ઘટના સ્થળ પર પહોચી પહેલા લીકેજ લાઈન રીપેર કરી હતી. બાદમાં જ્યાં જ્યાં પણ વરસાદી પાણી ભરાવવાની સમસ્યા આવી છે ત્યાં બુરાણ કરી રોડ સમતલ કરાયો હતો. જો કે આ કામગીરી હાલની ચોમાસાની સ્થિતિને ધ્યાને લઈને કરવામાં આવી છે. જેથી થોડા દિવસમાં ફરી આ સમસ્યાનો સામનો કરવો પડે તેમ છે જેથી પાલિકા આ સમસ્યાના કાયમી નીકાલની પણ વ્યવસ્થા કરે તે જરૂરી છે.

કામગીરીમાં બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટરને પાલિકાએ નોટિસ આપી
ચીફ ઓફિસરે તપાસ કરાવવામાં આવતા આ વિસ્તારમાં વઢવાણની એજન્સી હર્ષદીપ કન્સ્ટ્રકશનને સ્ટ્રોર્મ વોટરની કામગીરી સોપી હોવાનું અને તેના દ્વારા લાઈન નાખતી વખતે યોગ્ય માત્રામાં બુરાણ ન કર્યું હોવાનું તેમજ ગટરનું કામ કરતી વખતે પાણીની લાઈન પણ અનેક વખત તોડી નાખી હતી જેના કારણે પાણીનો વેડફાટ થયો હતો અને તેનું યોગ્ય રીતે રીપેરીંગ કામ પણ કરાયું નથી. જયારે પાલિકા દ્વારા આ વિસ્તારમાં રીપેરીંગ કામ માટે કોન્ટ્રાકટર પાસેથી જેસીબી ડમ્પર અને ટ્રેક્ટર સહિતના સાધનો માગવામાં આવ્યા હતા જે સાધનો પણ પાલિકાને પુરા ન પાડતા પાલિકાને પોતાના સાધનો અને ખર્ચ કરી રીપેરીંગ કામ કરવાની ફરજ પડી હતી. આ તમામ બાબતોને ચીફ ઓફિસરે ધ્યાન પર લઇ નોટીસ ફટકારી છે અને ખુલાસો માંગ્યો છે જો એજન્સી 4 દિવસમાં યોગ્ય ખુલાસો નહી કરે તો તેનો કોન્ટ્રાક્ટ રદ કરવાની ચીમકી આપી છે.

પાણીના નિકાલની કામગીરી ચાલુ છે
હાલ વરસાદી પાણીના નિકાલની કામગીરી થઇ રહી છે અને લાતી પ્લોટના જે જે વિસ્તારમાં પાણી ભરાઈ છે ત્યાં જેસીબીથી પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. હાલ રોડનું નવુ કામ કરવું શક્ય નથી. ચોમાસૂ પૂર્ણ થતાની સાથે જ આ વિસ્તારમાં પાણીની અને ભૂગર્ભલાઈન, સીસીરોડ અને પેવર બ્લોકની કામગીરી ફરી શરૂ કરી નવેમ્બરના અંત સુધીમાં પૂર્ણ કરી દેવાશેે. તેમજ ભૂગર્ભ ગટર પાણીનો ભરાવો ન થાય તે માટે ગીતા ઓઈલ મિલ પાસે રૂ 2.5 કરોડના ખર્ચે ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન પણ બનાવાશે તેમ ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...