અંત:સ્ફુરણા:મોરબીમાં પ્રજ્ઞાચક્ષુ યુવાનોએ સંગીતના સુમધુર સૂરો રેલાવી લોકોને મંત્રમુગ્ધ કર્યા

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંગીતની ઉચ્ચકોટિની સાધના બાદ આ ઓરકેસ્ટ્રા ગ્રૂપ મેળવે છે અનેરી ચાહના

મોરબીમાં પ્રજ્ઞાચક્ષુ પુનવર્સન કેન્દ્ર સંચાલિત લુઇબ્રેઇલ વારવૃંદ ઓરકેસ્ટ્રા ગૃપ દ્વારા સ્વાગત હોલ ખાતે બોલિવુડ મ્યુઝીકલ નાઈટ્સનું આયોજન કરવામા આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં લોકો નેત્રહીન કલાકારોનો ઉત્સાહ વધારવા આવી પહોંચ્યા હતા અને કલાકારોની સુરાવલીનો આનંદ માણ્યો હતો.

કહેવત છે કે જ્યારે ઇશ્વર એક ઇન્દ્રિય ઓછી આપે કે ઝાંખી આપે ત્યારે તેમના મનચક્ષુની દિવ્યતા ઔર વધારી દેતા હોય છે. આવું જ મોરબીના પ્રજ્ઞાચક્ષુ યુવાનોએ સાબીત કરી આપ્યું છે. સંગીતની સાધનાથી માંડીને તેના પ્રેઝન્ટેશન નિહાળનાર કોઇ પહેલી નજરે માની જ ન શકે કે સામે કોઇ દિવ્યાંગ કલાકાર પોતાની કલા સાધના રજૂ કરી રહ્યા છે.

મોરબીમાં લક્ષ્મીનગર ખાતે આવેલા અને નેત્રહિન લોકોના ઉત્થાન માટે કામગીરી કરતી સંસ્થા પ્રજ્ઞાચક્ષુ પુનવસન કેન્દ્રમાં રહેતા નેત્રહિન યુવાનો પોતાના આગવા ટેલેન્ટ રજૂ કરી શકે તેમજ સ્વરોજગાર પણ મેળવી શકે તે માટે લુઇબ્રેલ વાદવૃંદ ઓરકેસ્ટ્રા ગૃપ શરૂ કર્યું છે. આ ગ્રૂપના તમામ સભ્યો નેત્રહિન છેે જો કે અંતરની આંખથી જે રીતે ઓરકેસ્ટ્રા ચલાવે છે તે જોઈને ભલભલાની આંખ ચાર થઈ જાય આવા જ એક કાર્યક્રમનું રવિવારે રવાપર રોડ પર આવેલા ખાનગી હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

બોલિવુડ મ્યુઝિકલ નાઈટ નામથી આયોજિત આ કાર્યક્રમમાં પ્રજ્ઞાચક્ષુ પુન:વસન કેન્દ્રના નેત્રહિન કલાકારોએ બોલિવૂડ ગીતોની સુરાવલી વહેવડાવી હતી અને હાજર શ્રોતાઓને મંત્ર મુગ્ધ કરી દીધા હતા. મ્યુઝિકલ નાઈટસનો આનંદ માણવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને નેત્રહીન કલાકોરોનો ઉત્સાહ વધાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...