તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:મોરબીમાં જાહેરમાં લુખ્ખાગીરી કરી ત્રણ શખ્સનો યુવાન ઉપર છરીથી હુમલો

મોરબી7 મહિનો પહેલા
  • કૉપી લિંક

મોરબીમાં તમારા લીધે દુકાનવાળા દુધની દુકાન બંધ કરી જતો રહ્યા તેમ યુવાને કહેતા મામલો બીચકાયો હતો અને લુખ્ખાગિરી કરતા ત્રણ શખ્સોએ યુવાન ઉપર છરી વડે હુમલો કર્યો હતો.આ બનાવ અંગે યુવાને ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની િવગતો અનુસાર ફરિયાદી રહીમભાઇ દોસુભાઇ મન્સુરીએ આરોપીઓ ઇમરાનભાઇ ઉર્ફે લાલો કુરેશી, રસુલભાઇ અલાઉદીનભાઇ, અનીલભાઇ ખવાસ સામે ફરિયાદ નોંધાવી હતી કે તા.૨ ના રોજ વહેલી સવારના ત્રણેક વાગ્યાના અરસ્સામાં મોરબીના વીસીપરા બીલાલી મસ્જીદ પાસે ફરીયાદી દુધ લેવા ગયેલ તે વખતે દુકાનવાળો દુકાન બંધ કરી જતો રહેતા તે અંગે ફરીયાદીએ આરોપીઓને કહેલ કે તમારા લીધે દુકાનવાળા દુધની દુકાન બંધ કરી જતો રહેલ છે તેમ કહેતા આરોપીઓએ ફરીયાદીને ગાળો આપી માર મારી ફરીયાદીને છરી મારી નાખવાની ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...