અંતિમ પગલું:મોરબીમાં બીમારીના ટેન્શનમાં યુવકે ફાંસો ખાધો

મોરબીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોરબી શહેરનાં સહયોગ સોસાયટીનાં એક યુવાને બીમારીથી કંટાળી ગયો હતો.જેના કારણે સતત ટેન્શન રહેતો થઇ ગયો અને તેમાંથી બહાર ન નીકળી શકતા આપઘાત કરી લીધો હતો. એક તરફ કોરોના મહામારીના લીધે રોજગારી અને આર્થીક સંકડામણ તો ભોગવવી જ પડી રહી છે બીજી બાજુ અસાધ્ય બિમારીના લીધે ખર્ચ વધી રહ્યા હતા. બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ શહેરના રવાપર રોડ પર સહયોગ સોસાયટીમાં રહેતા 26 વર્ષીય મુકેશભાઈ ઘનશ્યામભાઈ કોરડીયાએ તેના ઘરે પંખામાં દુપટ્ટો બાંધીને ફાંસો ખાઇ લીધો હતો. આથી, તેમનું મૃત્યુ થયું છે. મૃતકને લોહી જાડું થઈ જતુ હોવાથી માથાની નસ દબાતી હતી. આ બાબતને લઈને અને ધંધાકીય મુશ્કેલીના કારણે ટેન્શન રહેતું હતું. આ કારણોસર તેણે અંતિમ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં પોલીસ દ્વારા બનાવની તપાસ કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...