ધરપકડ:મોરબીમાં યુવાનોને કારચાલકે ઠોકર મારી, ઉપરથી પિસ્તોલ દેખાડી !

મોરબી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોરી ઉપર સે સીનાજોરી એ આનું નામ, આરોપીની ધરપકડ
  • યુવકોને થયો કડવો અનુભવ, મામલો પોલીસમાં

મોરબીના મુનનગર નજીક આવેલ ચંદ્રેશનગર નજીક બુધવારે મોડી રાત્રે કેટલાક યુવાનો શેરીમાં નાળિયેર ફેંક રમતા હતા આ દરમિયાન એક કાર પુર ઝડપે ધસી આવી હતી અને એક વ્યક્તિ સાથે અથડાવી હતી. જેથી અન્ય લોકોએ કાર રોકાવતાં કાર ચાલક લાજવાને બદલે ગાજ્યો હતો અને પોતાના પાસે રહેલી લાયસન્સ વાળી પિસ્તોલ કાઢીને લોકો સામે તાકી હતી.અને ધમકી આપતા યુવાને એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપી કાર ચાલકની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબીના મુનનગર નજીક આવેલ ચંદ્રેશ નગરમાં રહેતા અને બાંધકામ વ્યવસાય કરતા શૈલેષભાઈ લક્ષ્મણભાઈ માકસણા અને તેમનાં મિત્રો રાત્રિના સમયે હોળી પર્વને લઈ રોડ પર નાળિયેર દાવ રમતા હતા આ દરમિયાન એક કાર ધસી આવી હતી અને એક વ્યક્તિ સાથે અથડાવી હતી આ ઘટનાને પગલે આસપાસ લોકો એકઠા થઈ ગયા હતા અને કાર ચાલકને રોકતા કાર ચાલકે તેની સાથે ઝઘડો કર્યો હતો.

કાર ચાલકનું નામ સાગર ફૂલતરિયા હોવાનુ અને તરધરી ગામના સરપંચ હોવાનુ જણાવી ઝઘડો કર્યો હતો. અને પોતાની પાસેની લાયસન્સ વાળી પિસ્તોલ કાઢીને બતાવી હતી અને હાજર લોકોને મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ બાદ શૈલેષ અને અન્ય લોકોએ આરોપી સાગર સાથે અન્ય એક શખ્સ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવા પહોચી ગયા હતા. બનાવ અંગે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...