તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તંત્રની ગંભીર બેદરકારી:મોરબીમાં શ્રમિકને પોઝિટિવ માનીને અંતિમસંસ્કાર કરી નાખ્યા; કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છતાં મૃતદેહ પરિવારને ન સોંપ્યો

મોરબીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
શ્રમિકનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યાનો પુરાવો - Divya Bhaskar
શ્રમિકનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યાનો પુરાવો
 • તાવ-શરદીની બીમારી માટે હોસ્પિટલમાં દાખલ કરાયો’તો

મોરબીમાં કામ કરતાં એક પરપ્રાંતીય કામદારને કોરોના હોવાની શંકાએ સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જેનો કોવીડ રિપોર્ટ નેગેટિવ આવવા છતાં સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા પોઝિટિવ માનીને અગ્નિસંસ્કાર કરાવી દીધાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે.

મૃતકની અંતિમવિધિ કરી તેની રિસિપ્ટ
મૃતકની અંતિમવિધિ કરી તેની રિસિપ્ટ

મૃત્યુના બીજા દિવસે મૃતકના અંતિમ સંસ્કાર થયા
મોરબીની સરકારી હોસ્પિટલમાં તા.2ના રોજ રાતે નારણભાઈ નાયક નામના દર્દીને તાવ અને શરદીના કારણે એમ્બ્યુલન્સમાં લાવવામાં આવ્યો હતો. મૂળ ઓરિસ્સાના આ શ્રમિકનો રિપોર્ટ કરાવ્યા વિના સારવાર શરૂ કરી દેવામાં આવી હતી. તે દરમિયાન રાત્રીના દસેક વાગ્યાના સુમારે દર્દીનું મોત નીપજ્યું હતું. હોસ્પિટલ સત્તાધિશો દ્વારા બીજા દિવસે ડેડબોડીને કોરોના પોઝિટિવ ગણીને સેવાકીય સંસ્થાને અગ્નિસંસ્કાર કરવા જણાવી દેવાયું હતું. અને સામાજિક કાર્યકરે પોતાના ખર્ચે આ ડેડબોડીના અગ્નિ સંસ્કાર પણ કરાવી આપ્યા હતા.

ડોક્ટર અને ઇન્ચાર્જ એકબીજાને ખો આપતા રહ્યા
પરંતુ બાદમાં આ દર્દીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તેમ છતાં તેના સગા સંબંધીઓને જાણ કરવાને બદલે કે ધાર્મિક રીત-રીવાજોને અનુસરીને અંતિમ વિધિ કરવા દેવાને બદલે કોરોના પોઝિટિવ ઘણી અગ્નિસંસ્કાર કરી નાખવામાં આવ્યા હતા. જો કે આટલું ઓછું હોય તેમ આ બનાવમાં કોરોના વિભાગના હાજર ડોક્ટર તથા ઇન્ચાર્જ પણ જવાબદારીની એકબીજા પર ખો આપતા રહ્યા હતા અને આ બનાવથી અજાણ હોવાનું જણાવ્યું હતું.​​​​​​​

રિપોર્ટ મોડો આવે એટલે એવું થાય
કોઈપણ દર્દી હોસ્પિટલમાં દાખલ થાય એટલે તેનો આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવે છે. જેનો રિપોર્ટ બીજા દિવસે આવે છે. એ દરમિયાન દર્દીનું મોત થાય તો તેને પોઝિટિવ ગણીને અંતિમ વિધિ કરવી પડે છે. અથવા તો તે મૃતકનો રિપોર્ટ જ્યાં સુધી આવે નહીં ત્યાં સુધી રાહ જોવી પડે છે. આ સરકારની ગાઇડ લાઇન છે. અમે આમાં બીજું કશું ન કરી શકીએ.- ડો. કે. આર. સરડવા આરએમઓ, સિવીલ હોસ્પિટલ મોરબી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો