તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝરમર વરસાદ:મોરબીમાં વાતાવરણમાં પલટો, હળવા છાંટાથી રસ્તા ભીંજાયા

મોરબી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હવે તો મેઘરાજા મનમૂકીને વરસે તેવી લોકોમાં આશ

મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે મેઘરાજાના રિસામણાએ ખેડૂતોના જીવ અઘ્ધર કરી દીધા છે. ખેડૂતો પોતાનો પાક બચાવવા મથી રહ્યા છે. હાલ વરસાદ ન થતા ખેડૂતો સિંચાઇ માટે પાણી મળવાની રાહ જોઇ રહ્યાં છે ,ત્યારે આજે વાતાવરણમાં પલટો આવ્યો હતો.

રવિવારે સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને સવારે શહેરમાં હળવા છાંટા પડ્યા હતા અને જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.હવામાન વિભાગ દ્વારા આગામી બે કે ત્રણ જ દિવસમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, લોકો અને ખેડૂતો પણ હવે ચોમાસું જમાવટ કરે તેવી રાહ જોઇ રહ્યા છે. મોરબીમાં હાલ વાદળછાયા વાતાવરણથી લોકોને બફારાનો અનુભવ કરવો પડ્યો હતો અને હળવા છાંટા વરસી ગયા બાદ લોકોએ અકળામણ અનુભવી હતી અને પછીથી વરસાદના કોઇ વાવડ ન મળતાં લોકો નિરાશ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...