ગરમીનું જોર ઘટ્યું:મોરબીમાં તાપમાન 3 ડિગ્રી ઘટી 40એ પહોંચ્યું, શરદી અને તાવના કેસ વધ્યા

મોરબીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • મિશ્ર ઋતુની અસરથી પાણીજન્ય રોગચાળાએ માથું ઉંચક્યું, આગામી દિવસોમાં હિટવેવની સંભાવના

રાજ્યમાં માર્ચ એપ્રિલ મહિનામાં કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે તેમાં પણ છેલ્લા બે સપ્તાહથી હિટવેવનો અનુભવ થઈ રહ્યો છે.સૌરાષ્ટ્ર કચ્છમાં પડી રહેલી ગરમીએ લોકોની હાલત કફોડી બનાવી છે.ત્યારે આ ગરમીથી મોરબી જિલ્લો બચી શકયો નથી.મોરબીમાં છેલ્લા 2 સપ્તાહ સુધી તાપમાનનો પારો 44 કે 45 ડીગ્રી વચ્ચે રહ્યો હતો, તો લઘુત્તમ તાપમાન 21 થી 25 ડિગ્રી નોંધાયું હતું. જિલ્લામાં કાળઝાળ ગરમીના કારણે બપોરે આકાશ અને ધરતીમાંથી આગની જ્વાળા નીકળતી હોય તેવો અનુભવ થઈ રહ્યો છે.

આ કાળઝાળ ગરમીના કારણે લૂ લાગવા તેમજ નાના બાળકોમાં તાવ શરદી તેમજ પાણી જન્ય રોગચાળાએ પણ માથું ઉંચક્યું છે. મોરબીના ખાનગી ક્લિનિક તેમજ સિવિલ હોસ્પિટલમાં તાવ શરદીના કેસ વધી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં તાવ, શરદી, હિટ સ્ટ્રોક સહિતની દરરોજ 100 જેટલી ઓપીડી આવી રહી છે. બીજી તરફ. પીએચસી, સીએચસીઓમાં તાવ પાણી જન્ય રોગ કેસમાં વધ્યા છે.

પ્રજાજનોને સાવચેતી રાખવા માટે અપીલ કરાઇ

 • ​​​​​તરસ ન લાગી હોય તો પણ થોડા થોડા સમયે પાણી પીતા રહેવું.
 • હલકા રંગના ઢીલા, અને હળવા સુતરાઉ કપડાં પહેરવા.
 • બહાર જવાનુ થાય તો ચશ્મા, છત્રી, ટોપી, બુટ અને ચંપલનો ઉપયોગ કરવો.
 • સૂર્યના સીધા પ્રકાશમા કામ કરવાનુ થાય ત્યારે છત્રી તથા ટોપીનો ઉપયોગ કરવો.
 • ઘરે બનાવેલા પીણા જેવા કે લસ્સી, કાંજી, લીંબુ પાણી, છાસ વગેરેનો વધુ ઉપયોગ કરવો.
 • જો નબળાઇ અથવા બીમારી જેવુ લાગે તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો.
 • ભડકાઉ કલરના, ટાઇટ, રેશમી તથા ભારે કપડા પહેરવાનુ ટાળવું.
 • ચા, કોફી, આલ્કોહોલ, અને કાર્બોનેટેડ સોફ્ટ ડ્રીંક લેવાનું ટાળવું જોઇએ.
 • ઘરને ઠંડુ રાખવા પડદા, અને શટરનો ઉપયોગ કરો, ઘરમાં પંખા તથા ભીના કપડાંનો ઉપયોગ કરવો.
 • કામદારો સુર્યના સીધા તાપમા કામ ન કરે તેની સાવધાની રાખો.
 • વધારે શ્રમવાળુ કામ કરનારે ઠંડા પહોરમા કામ કરવાનું ટાઈમ ટેબલ બનાવવુ.
 • બહાર કામ કરવાવાળાઓએ વારંવાર લાંબો આરામ લેવો, સગર્ભા કામદારો ઉપર વધારે ધ્યાન આપવું.
અન્ય સમાચારો પણ છે...