મોરબી તાલુકાના ભરતનગર નજીક ખોખરા હનુમાન રોડ પર એક દુર્ઘટના બની હતી જેમાં બાઇક સવારને ગંભીર ઇજા પહોંચી હતી અને ચાલકને તાબડતોબ સારવાર માટે ખસેડવાની તજવીજ હાથ ધરાઇ હતી. 108ની ટીમ પહોંચી અને સારવાર શરૂ કરે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું.
બાદમાં મૃતકની ઓળખ મેળવવા તેની તલાશી લેતાં તેના પર્સમાંંથી તેનું ઓળખકાર્ડ અને રોકડા 10,000 પણ મળ્યા હતા. 108ની ટીમે આ રોકડને સંભાળી લીધી હતી અને મૃતકના પરિવારજનોનો સંપર્ક કરી તેમને નાણાં પરત આપી માનવતા દાખવી હતી.
મોરબી તાલુકાના ભરતનગર નજીક ખોખરા હનુમાન રોડ પાસે મંગળવારે એક અકસ્માત થયો હતો, જેમાં બાઈક સવારને ગંભીર ઇજા પહોંચી હતી. મોરબીના મહેન્દ્રનગર લોકેશનની 108ની ટીમના પાઇલોટ હનીફભાઈ અને ઇ એમ ટી દિલીપભાઈ ઘટના સ્થળે દોડી ગયા હતા અને ઈજાગ્રસ્તની સારવાર કરે તે પહેલાં તેનું મોત થયું હોવાનું સામે આવ્યું હતું.
આ દરમિયાન મૃતકની ઓળખ માટે તેની તલાસી લેતા એક પર્સ મળ્યું હતું જેમાં તેનું ઓળખપત્ર તેમજરૂ. 10,000 જેટલી રકમ પણ મળી આવી હતી.જેથી 108ની ટીમે મૃતકના પરિજનોને મળી 108ના દિલીપભાઈએ પરત કરી હતી, મૃતકના પરિવારજનોએ 108ની ટીમની માનવતાને બીરદાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.