કોરોના મહામારી:મોરબીમાં વાહનમાં ખીચોખીચ મુસાફરો છતાં તંત્ર નિદ્રાધીન

મોરબી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આને લોકડાઉન નથી નડતું?

દેશમાં કોરોના મહામારીને પગલે બે માસ કરતા વધુ સમયથી લોકડાઉન ચાલી રહ્યું છે, અને હવે સરકારે છૂટછાટ આપી છે ત્યારે છૂટ મળતા નિયમોના લીરેલીરા ઉડાવવામાં આવી રહ્યા છે. આવા દ્રશ્યો શુક્રવારે પીપળી રોડ પર જોવા મળ્યા હતા જ્યાં ખીચોખીચ મુસાફરો ભરીને જતા વાહનને રોકનાર કે પૂછનાર કોઈ ન હતું.  લોકડાઉન ૪ ની જાહેરાત સાથે સરકારે કેટલીક રાહતો પણ આપી હતી જેમાં વાહનોના પરિવહનની શરતી મંજુરી આપી હતી અને વાહનોમાં મુસાફરોની સંખ્યાની ગાઈડલાઈન પણ આપવામાં આવી છે.  પરંતુ અમુક લોકોને જાણે લોકાડાઉન કે તેના નિયમો નડતા જ ન હોય તેમ આવા વાહનોને રોકનાર પણ કોઇ નથી.  એક તરફ કોરોનાના કેસ સતત વધી રહયા છે ત્યારે મોરબીમાં આવી જોખમી મુસાફરી અને સંક્રમણ વધે તેવું કૃત્ય થતું હોય છતાં તંત્રની બેજવાબદારી અછાની નથી. 

અન્ય સમાચારો પણ છે...