તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હળવદમાં પાન-બીડીની દુકાન ધરાવતા વેપારી તેમની દુકાનનો માલ સમાન ખરીદવા મોરબી આવ્યો હતા.એ દરમ્યાન તેઓ રિક્ષામાં પોતાના રૂ.24 હજારની રોકડ ભરેલો થેલો ભૂલી ગયા હતા.આ બાબત ધ્યાને આવતા કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર નેત્રમ મોરબી તથા સેફર સીટી પ્રોજેકટ હેઠળ પોલીસે આ રિક્ષાની શોધખોળ કરીને રીક્ષા ચાલકનો પત્તો મેળવી પોલીસની મદદથી રીક્ષા ચાલકે આ રોકડ ભરેલો થેલો મૂળ માલિકને પરત કરી પ્રમાણિકતા દાખવી હતી.
હળવદના જૂના દેવળીયા ગામના રાજેન્દ્રકુમાર અમરદાસ રામાનુજ પોતાની પાન-બીડીની દુકાનનો સામાન ખરીદવા ગત 24 ડિસેમ્બરના રોજ મોરબી આવ્યા હતા અને પરત ફરતી વખતે સામાંકાંઠેથી રિક્ષામાં બેઠા હતા, પણ તેઓ રિક્ષામાં પોતાના રૂ.24 હજારની રોકડ રકમ ભરેલો થેલો ભૂલી ગયા હતા.
બીજી તરફ આ વાતથી બેફિકર રીક્ષા ચાલક રોજિંદી રીતે ફેરા કરવામાં વ્યસ્ત હતા જો કે ઘરે પહોંચ્યા બાદ તેઓને થેલો ભુલી ગયાનો ખ્યાલ આવતા તેઓએ મોરબી જિલ્લા પોલીસનો સંપર્ક કર્યો હતો. જે બાદ મોરબી પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર નેત્રમ મોરબી તથા સેફર સીટી પ્રોજેકટ હેઠળ સીસીટીવી કેમેરા મારફત એ રિક્ષાની શોધખોળ હાથ ધરી હતી અને સીસીટીવી કેમેરા મારફત રિક્ષાના નબર મેળવી રીક્ષાના માલિક ગોપાલભાઈ ભોજાભાઈ શિયાળનો સંપર્ક કર્યો હતો.રીક્ષા ચાલકે પણ પ્રમાણિકતા દાખવીને પોલીસની હાજરીમાં રૂ.24 હજારની રોકડ ભરેલો થેલો મૂળ માલિકને પરત આપ્યો હતો.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.