તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:મોરબીમાં માસ્ક વિના ફરતા ‘દુશ્મનો’ સામે ડંડો, 2 દિવસમાં 45 ઝપટે ચડ્યા

મોરબી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
હજુ ચેતી જજો, 11 ડિસેમ્બર સુધી કડક કાર્યવાહી ચાલશે જ - Divya Bhaskar
હજુ ચેતી જજો, 11 ડિસેમ્બર સુધી કડક કાર્યવાહી ચાલશે જ
 • સંક્રમણ વધતા અંતે પ્રાંત અધિકારી સક્રિય થયા
 • 5 ટીમ બનાવી ચેકિંગ કાર્યવાહી આદરી

મોરબીમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે.કોરોના કેસ વધવા છતા લોકો બેફામ બની માસ્ક વિના જ ફરી કોરોના નું સંક્રમણ ફેલાવી રહ્યા છે. આથી કોરોનાનું વધુ સંક્રમણ ટાળવા અને જાહેરમાં ફરજિયાત માસ્ક પહેરવાના નિયમના કડક પાલન માટે આજે ખુદ પ્રાંત અધિકારી મેદાનમાં આવ્યા છે.તેમણે જુદી જુદી પાંચ ટીમો બનાવી બજાર ,જાહેર વિસ્તારો ,સ્કૂલ ,સરકારી કચેરીઓમાં માસ્ક ન પહેરવા મામલે ચેકિંગ કરી દંડનીય કાર્યવાહી શરૂ કરી છે.બે દિવસ દરમિયાન તંત્રે 45 લોકોને દંડ ફટકાર્યો હતો.

મોરબીમા દિવાળી પછી કોરોનાનું સંક્રમણ ફરી વધ્યું છે. જો કે જાહેર તમામ જગ્યાએ ફરજિયાત માસ્ક પહેવાની અને માસ્ક ન પહેરે તો રૂ.1 હજારનો દંડ કરવાની જોગવાઈ અમલમાં છે, છતાં પણ ઘણી જાહેર જગ્યાએ માસ્ક વિના અમુક લોકો બેફિકરાઇથી હરતા ફરતા હોય છે.આથી ફરજિયાત માસ્કનો કડક અમલ કરવા માટે આજે પ્રાંત અધિકારી ડી.એ.ઝાલાએ અલગ અલગ 5 ટીમ બનાવી મોરબી શહેરનાં અલગ -અલગ વિસ્તારો જેવા કે રવાપર રોડ , શનાળા રોડ ,ગ્રીનચોક , વીસી ફાટક , તથા ગેંડા સર્કલ જેવા વિસ્તારોમાં તેમજ સરકારી કચેરીઓ અને સ્કૂલ સહિતના સ્થળે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અને બે દિવસ દરમિયાન જેમાં જાહેર સ્થળો તથા સરકારી કચેરીમાં માસ્ક વિના ફરતા 45 લોકો ઝપટે ચડ્યા હતા.આ તમામને નિયમ મુજબ દંડ કરવામાં આવ્યો હતો.

હજુ ચેતી જજો, 11 ડિસેમ્બર સુધી કડક કાર્યવાહી ચાલશે જ
પ્રાંત અધિકારીએ આજે ફરજિયાત માસ્કના અમલ માટે મેદાને આવી જુદીજુદી પાંચ ટિમો બનાવીને માસ્ક વિના ફરતા લોકો ઉપર તવાઈ ઉતારવાનું શરૂ કર્યું છે.આ કાર્યવાહી 11 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. તેમ પ્રાંત અધિકારી ઝાલાએ જણાવ્યું હતું.

જસદણમાં તંત્રે દંડના બદલે કોરોના રેપિડ ટેસ્ટ કર્યા
જસદણ શહેરના જુદા-જુદા ભરચક એરીયાઓમાં માસ્ક પહેર્યા વગર ટહેલતા 40 લોકોને જસદણ આરોગ્ય વિભાગ, નગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા પકડી પાડી કોરોના રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

માસ્ક નહીં તો ખેર નહીં, જેતપુરમાં લોકોને પોલીસ સ્ટેશન લઇ જવાયા
ગોંડલના પ્રાંત અધિકારીએ ચેતવણી આપી હતી કે, જો ઘરની બહાર નિકળતી વખતે માસ્ક નહીં હોય તો ટીમ દ્વારા ફરજીયાત રીતે કોરોના રેપીડ ટેસ્ટ કરવામાં આવશે અને જો કોરોનાં લક્ષણો ધરાવતા હોવાનું ધ્યાને આવશે સંક્રમણ ફેલાવવા બદલ શિક્ષાત્મક તથા દંડનીય કાર્યવાહી કરવાની ફરજ પડશે. બીજી તરફ જેતપુરમાં માસ્ક વગર ફરતા લોકો પર તંત્રએ તવાઇ ઉતારી હતી અને પોલીસ, પાલિકા અને મામલતદારની સંયુક્ત ટીમે સમાજના દુશ્મનોને પોલીસ સ્ટેશને લઇ જઇ ત્યાં જ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. 20થી વધુ લોકોના આ રીતે ટેસ્ટ કરાયા હતા જોકે, તમામના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. સરકારની આ કડક અને દંડનીય કાર્યવાહી બાદ હવે લોકો સુધરે અને સમાજનું હિત વિચારે તે સમયનો તકાજો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો