• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • In Morbi, The Old Man Made A Replica Of The Suspension Bridge And Placed It In The Wedding Ceremony Of His Grandson; Guests Paid Tribute To The Dead

કોઠાસૂઝથી ઝૂલતો પુલ બનાવ્યો:મોરબીમાં વૃદ્ધે ઝૂલતા પુલની પ્રતિકૃતિ બનાવી પૌત્રના લગ્નના માંડવામાં મૂકી; મહેમાનોએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી

મોરબી17 દિવસ પહેલા
  • કૉપી લિંક

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનાને આટલા દિવસો વીત્યા બાદ હજુ લોકો એ ગોઝારી દુર્ઘટનાને ભૂલી શક્યા નથી. ત્યારે મોરબીમાં પૌત્રના લગ્ન હોવાથી દાદાએ ઝુલતાપુલની કૃતિ બનાવી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી. માત્ર એક ચોપડી ભણેલા દાદાએ પોતાની કોઠાસૂઝથી અનોખી કૃતિ બનાવી મૃતકોને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.

ભંગારમાંથી ઝૂલતો પુલ બનાવ્યો
મોરબીના સામાકાંઠે સો ઓરડી વિસ્તારમાં વરીયાનગરમાં રહેતા કાનજી મોહનભાઈ બારેજીયા નામના વૃદ્ધે પોતાના પૌત્રના લગ્ન હોવાથી ઝૂલતો પુલ દુર્ઘટનાને ધ્યાને લઈને ઝૂલતો પુલની કૃતિ તૈયાર કરી હતી. તેમના વિસ્તારમાં એક પરિવારના ત્રણ સભ્યો આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા. તેમને શ્રદ્ધાંજલિ આપવા રાજવી પરિવારે જેવો પુલ બનાવ્યો હતો તેવી કૃતિ બનાવવાનું નક્કી કર્યું હતું. તેઓ વર્ષોથી કેબીન બનાવી લે વેચ તેમજ ભાડે આપવાનો ધંધો કરી રહ્યાં છે. ભંગારની ચીજવસ્તુનો સદુપયોગ કરી પોતાની કોઠાસૂઝથી ઝૂલતો પુલ બનાવ્યો હતો. ભંગારમાંથી મળેલા એલ્યુમીનીયમ, લોખંડ, પીત્તળ તેમજ તાંબુ વગેરેનો ઉપયોગ કરી ઝુલતા પુલની કૃતિ બનાવી હતી. જેમાં બંને બાજુએ ટાવર, વચ્ચે કેબલ વાયર, લાકડા, બંને સાઈડમાં જાળી બનાવી સાત દિવસમાં ઝુલતા પુલની કૃતિ તૈયાર કરી હતી. પૌત્ર ભૌમિકના લગ્ન વરિયા મંદિર વાડીમાં રાખ્યાં હતા અને લગ્ન પ્રસંગે ગેટ પર આ કૃતિ રાખી હતી. ત્યારે દરેક મહેમાનોએ પણ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...