શહેરીજનો બેહાલ:મોરબીમાં રાજ્યમંત્રીએ રૂ. 38 કરોડના ખર્ચે પાણી-ભૂગર્ભના કામો મંજૂર કરાવ્યા

મોરબી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપના સદસ્યો કામગીરી કરાવવામાં ઊણા ઉતરતા શહેરીજનો બેહાલ

મોરબી પાલિકા વિસ્તારમાં નગરપાલિકા ચૂંટણી પહેલા જ્યાં ખાત મૃહુત થયા હતા ત્યાં હજુ કામગીરી શરૂ નથી થઈ ત્યાં રાજય મંત્રી શહેરની પ્રાથમિક જરૂરીયાત માટે રૂ.38 કરોડના પાણી પુરવઠા યોજનાના કામો અને ભૂગર્ભ ગટર યોજનાના કામોને રાજયમંત્રી બ્રિજેશ મેરજાએ મંજુર કરાવ્યા હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. પાલિકા અગાઉ મંજુર થયેલા કામ ક્યારે શરૂ થશે અને લોકોને સુવિધા મળે તે પણ એક સવાલ છે.

મંત્રી બ્રિજેશ મેરજાના જણાવ્યા મુજબ મોરબીની જરૂરીયાતના કામો રોડ, વીજળી અને પાણી તેમજ ભૂગર્ભ ગટરના કામો સત્વરે મંજુર કરીને લોકોને સારામાં સારી સુવિધા આપવાની રીતિ-નીતિ ધ્યાનમાં રાખી મોરબી નગરપાલિકા વિસ્તારમાં આવેલ આશરે 115 જેટલા વાડી વિસ્તારમાં મુખ્ય પાયાની સુવિધા એવી પીવાનું પાણી પૂરૂ પાડવા અને ભૂગર્ભ ગટર વ્યવસ્થાની જરૂરીયાતને પરિપૂર્ણ કરવા મોરબી નગરપાલિકા કક્ષાએથી પીવાના પાણીની યોજનાના કામો અને ભૂગર્ભ ગટર યોજનાના કામોની નિયત દરખાસ્ત કરાવીને, શહેરી વિકાસ વિભાગ કક્ષાએ સતત ફલો-અપ કરી મુખ્યમંત્રી સમક્ષ પણ રજુઆત કરીને ગુજરાત શહેરી વિકાસ મિશન હેઠળ અંદાજે રૂા.38.35 કરોડના કામો મંજુર કરાવવામાં આવેલ છે.

આ કામો વહેલામાં વહેલી તકે હાથ ધરવામાં આવશે અને લોકોને સત્વરે સારામાં સારી પીવાના પાણી અને ભૂગર્ભ ગટરની સુવિધા ઉપલબ્ધ થવાન દાવા કરવામાં આવી રહ્યા છે. પાલિકા અગાઉ મંજુર થયેલ કામ ક્યારે શરૂ થશે અને લોકોને સુવિધા મળે તે એક સવાલ છે.

અન્ય સમાચારો પણ છે...