તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:મોરબીમાં બહેન સાથે જૂના પ્રેમનો ખાર રાખી યુવકની હત્યા કરનાર ઝડપાયો

મોરબી25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોવિડ ટેસ્ટ કરી આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ, હત્યામાં વપરાયેલું હથિયાર જપ્ત

મોરબીમાં દસ વર્ષ જુના પ્રેમ સબંધ મુદે મનદુઃખ રાખી યુવતીના ભાઈએ યુવાનને છરીના ઘા ઝિંકીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ બનાવ મામલે મૃતકના પિતાએ આરોપી સામે હત્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે આજે આરોપીની વિધિવત ધરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા રફીકભાઈ ઉર્ફે ગુલાબ અબ્બાસભાઈ રફાઈ નામના યુવાનની રવિવારે રાત્રે રામઘાટ પાસે છરીના ઘા ઝિંકીને હત્યા કરી દેવાઈ હતી. આ બનાવમાં મૃતકના પિતાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં યુવાનની દશ વર્ષ જૂના પ્રેમ પ્રકરણમાં હત્યા થયાનું બહાર આવ્યું હતું. આથી, મૃતકના પિતાએ રિયાઝ ઉર્ફે રિયાક્ત હાજી ખુરેશી સામે પોતાના પુત્રની હત્યા કર્યાની મોરબી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદમાં જણાવ્યા મુજબ મૃતક યુવાનને 10 વર્ષ અગાઉ આરોપીની બહેન સાથે પ્રેમસબંધ હતો. તે મામલે ચાલતી અદાવતનું પણ જે તે વખતે સમાધાન થઈ ગયું હતું. પણ આરોપી રિયાઝ ઉર્ફે રિયાક્ત હાજી ખુરેશીના મગજમાં ખાર રહી ગયો હોવાથી આ મનદુઃખનો ખાર રાખીને તેણે રફીકની હત્યા કરી નાખી હતી. પોલીસે આ બનાવની ફરિયાદ પરથી આરોપી સામે ગુનો નોંધીને આરોપી રિયાઝ ઉર્ફે રિયાક્ત હાજી ખુરેશીને ઝડપીને કોરોના ટેસ્ટ કરાવી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો