મોરબીમાં રેલ્વે સ્ટેશનના પાછળના ભાગે વિસીપરા નજીકના વિસ્તારમાં રહેતી હલીમાબેન અનવરભાઈ શેખ નામની મહિલાને તેનો પતિ ચારિત્ર પર શંકા રાખી ઢોર માર મારતો હતો, જેથી કંટાળીને મહિલા અગાઉ પણ ઘરેથી ભાગી ગઈ હતી. જો કે આરોપી ફરી તેને સમજાવટ કરીને ઘરે પરત લાવ્યો હતો.
પરંતુ બન્ને વચ્ચે શાંતિ કાયમી સ્થપાઇ ન હતી અને ગુરુવારે મોડી રાત્રે પણ અનવર શેખે ચારિત્રની શંકા રાખી ઝઘડો કરી મારકુટ કરી હતી જે બાદ વાત વધુ વણસતા અનવરે ધોકા વડે માર મારતા હલીમબેનને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. જે બાદ તેમને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી. જયાં તેનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો. બનાવ અંગે મૃતકના માતા અઈસાબેન મહમદભાઈએ આરોપી જમાઈ અનવર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા આરોપીને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.