તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મોરબીના રામઘાટની પાસે આવેલ મકરાણીવાસ વિસ્તાર નજીક ગઇકાલે મોડી રાત્રીના છરીના ઘા ઝીંકીને કાલીકા પ્લોટમાં રહેતા ફકીર યુવાનનું મર્ડર કરી નાંખવામાં આવેલ. પોતીની બહેન સાથેના યુવકના 'સબંધ" નો રોષ રાખીને યુવતીના ભાઇએ કરેલો હુમલો પ્રાણઘાતક નિવડ્યો હતો. જેથી હત્યા કરાયેલી યુવીનની લાશને પીએમ માટે સિવિલે ખસેડવામાં આવી હતી. પોલીસે હુમલાખોરને દબોચી લઇને આગળની તજવીજ શરૂ કરેલ છે.
મોરબી સીટી એ ડિવિજન પોલીસ મથકેથી મળતી વિગત મુજબ મોરબીના રામઘાટની પાસે આવેલ મકરાણીવાસ નજીક ગઇકાલે તા.7 ફેબ્રુઆરીના રાત્રીના અગિયારેક વાગ્યે અરસામાં ફકીર યુવાનને છરીનો જીવલેણ ઘા છાતીના ભાગે તેમજ હાથે-પગે પણ છરીના જીવલેણ ઘા મારી દેવામાં આવતા ફકીર યુવાનનું સારવાર મળે તે પહેલા જ મૃત્યુ નીપજયું હોય બનાવ હત્યામાં પલટાયો હતો.
મૃતક યુવાનનું નામ રફીકશા અબ્બાસશા રફાઇ જાતે ફકીર (ઉમર 26) રહે. કાલિકા પ્લોટ ઇન્ડીયા પાન પાસે મોરબી હોવાનું ખુલ્યુ હતુ. મોરબીના મકરાણીવાસ વિસ્તારમાં છાતીના ભાગે છરીનો ઘા ઝીંકીને રફીકશાની નિર્મમ હત્યા કરવામાં આવ્યો છે. રાતે મૃતદેહ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાતા લોકોના ટોળા ઉમટ્યા હતા. બનાવને પગલે ડીવાયએસપી, પીઆઇ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે તેમજ સિવિલ હોસ્પીટલે દોડી ગયો હતો.
બાદમાં મોડી રાત્રીના મૃતક રફીકશાના પિતા અબ્બાસશા મહમદશા રફાઈ જાતે ફકીર (ઉમર 60) રહે.કાલીકા પ્લોટ શેરી નંબર-2 વાળાએ રિયાઝ ઉર્ફે રયાકત હાજી ખુરેશી રહે.કાલીકા પ્લોટ મોરબી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોધાવી જણાવ્યું હતું કે તેમના મૃતક પુત્ર રફીકશાને સામેવાળા હુમલાખોર આરોપી રીયાઝ હાજી ખુરેશીની બહેન સાથે સાતેક વર્ષ પહેલાં પ્રેમસંબંધ હતો અને તે બાબતે બંને પરિવારો વચ્ચે ઘરમેળે સમાધાન થઈ ગયું હતું છતાં પણ તે વાતનો રોષ રાખીને ગઈકાલે રિયાઝ હાજી ખુરેશીએ તેમના પુત્ર રફીકશાને રામઘાટ નજીક બોલાવ્યો હતો અને ત્યાં તેના ઉપર છરી વડે છાતીના ભાગે તેમજ હાથ અને પગના ભાગે ગંભીર હુમલો કરતાં તેમના પુત્ર રફીકશાનું મોત નીપજયું હતું હાલ પીઆઇ સોનારાએ હત્યા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે અને જાણવા મળતી વિગતો મુજબ હુમલાખોર હાથવેંતમાં છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.