'SHE' ટીમની સરાહનીય કામગીરી:મોરબીમાં પિતાએ ઠપકો આપ્યો સગીરા ઘરેથી નીકળી ગઈ; ટીમને મળી આવતા તેને સમજાવીને પરિવાર સાથે પુન:મિલન કરાવ્યું

મોરબી14 દિવસ પહેલા
  • કૉપી લિંક

મોરબી શહેરમાં પિતાએ ઠપકો આપતા 12 વર્ષની સગીરા પોતાના ઘરેથી નીકળી ગઈ હતી. જે સગીરાનું મોરબી એ ડીવીઝન પોલીસ સ્ટેશનની SHE ટીમે પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમે મહિલાઓની સુરક્ષા માટે SHE TEAMની રચના કરી છે. જે ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યાકે મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે રાત્રીના સમયે 12 વર્ષની બાળકી મળી આવી હતી. જેની પૂછપરછ કરતા તે રંગપર ગામની હોવાનું જાણવા મળ્યું હતું. અને મૂળ તે ઉત્તરપ્રદેશના વતની હોવાનું પોલીસને જણાવ્યું હતું. જે બાળકીની પૂછપરછ કરતા ચારેક દિવસ પહેલા પિતાએ ઠપકો આપતા લાગી આવતા કોઈને કહ્યા વગર જતી રહી હતી. જેથી પોલીસે બાળકીના માતાપિતાની તપાસ કરતા બેલા રંગપર નજીકની સેનેટરી કારખાનામાં મજુરી કરતા હોવાનું જાણવા મળ્યું હતું જેથી કારખાનાના માલિક ગૌતમભાઈ કાલરીયાનો સંપર્ક કરી તપાસ કરતા ઝાંઝુંભાઈ તોલસિંગ મોહનીયાનો સંપર્ક કરીને એ ડીવીઝન પોલીસ મથક બોલાવ્યા હતા અને બાળકી તેના પિતાને સોંપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...