પ્રેમસંબંધનો કરુણ અંજામ:મોરબીમાં ભાભી સાથે લગ્ન કરવા કૌટુંબિક દિયરે પિતરાઈ ભાઈને પતાવી દીધો

મોરબી7 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર.
  • લીલાપર રોડ પર ગુરુવારે મોડી રાત્રે હત્યાનો બનાવ બન્યો
  • પોલીસે હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવા તજવીજ

મોરબીના લીલાપર રોડ પર આવેલા સ્મશાન સામેના વિસ્તારમાં રહેતા અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા ઇમરાન ઉમરશા શાહમદાર નામના 25 વર્ષનો યુવાન ગુરુવારે રાત્રે તેના ઘરે હતો. એ દરમિયાન તેનો પિતરાઈ ભાઈ સરફરાજ ફિરોજભાઈ શાહમદાર તેના ઘરે આવ્યો હતો. ઇમરાનની પત્ની સહિદા તેને ગમતી હોઈ, તેની સાથે તેને લગ્ન કરવા છે, જેથી તું તેની સાથે સંબંધ તોડી નાખ, એવું તેણે જણાવ્યું હતું.

જોકે ઈમરાને પત્ની સાથે સંબંધ તોડવાની ઘસીને ના પાડી દેતાં આરોપી સરફરાજ ઉશ્કેરાઈ ગયો હતો અને છરીના આડેધડ ઘા ઝીંકી ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ફરજ પરના તબીબે મૃત જાહેર કરંતા બનાવ હત્યામાં પલટાયો હતો.

બનાવની જાણ થતાં એ-ડિવિઝન પોલીસ એલસીબી સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આ અંગે એ-ડિવિઝન પોલીસે મૃતકના ભાઈ જાવીદશા ઉંમરશા શાહમદારે એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. બનાવ બાદ આરોપી સરફરાજને પોલીસે ઝડપી લીધો હતો અને તેની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. સરફરાજને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...