દુર્ઘટના:મોરબીમાં વાહનચાલકે ઠોકર મારતા નટરાજ ફાટક તૂટી ગયું

મોરબી2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મંગળવારે રાત્રે 9 વાગ્યની આસપાસ બનાવ બન્યો
  • ટ્રેનને​​​​​​​ રોકી ઇમર્જન્સી ફાટક લગાવવામાં આવી

મોરબીમાં ટ્રાફિકથી ધમધમતા નટરાજ ફાટક રોડ પર મંગળવારે રાત્રે ટ્રેન નીકળવા સમયે ફાટક બંધ હતું તે દરમિયાન કોઈ અજાણ્યા વાહને ઠોકર મારી દીધી હતી. જેથી આ ફાટક તૂટી બે કટકા થઈ ગયા હતા. આ ઘટનાં બાદ થોડીવાર માટે ટ્રેનને રોકી દેવામાં આવી હતી ત્યારબાદ તાત્કાલીક ધોરણે ઇમરજન્સી ફાટક લગાડીને ટ્રેનને રવાના કરવામાં આવી હતી. આ દરમિયાન એક બાજુનો રસ્તો બંધ કરાતા થોડીવાર માટે ટ્રાફિકજામ થયો હતો. અનેક વાહન ચાલકો ફસાયા હોવાની પણ ફરિયાદ ઉઠી હતી.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે આવેલ નટરાજ ફાટકે ગતરાત્રે 9 વાગ્યાની આસપાસ એક ટ્રેન પસાર થવાની હોવાથી આ ફાટક બંધ કરવામાં આવી હતી તે દરમિયાન કોઈ અજાણ્યા વાહનની ટક્કરથી નટરાજ ફાટક તૂટી ગયું હતું.આથી સાવચેતીના ભાગરૂપે ટ્રેનને ત્યાંજ અટકાવી દેવાય હતી.બાદમાં ઇમરજન્સી ફાટક લગાડીને ટ્રેન પસાર કરવામાં આવી હતી.જો કે આ દરમિયાન ફાટકનો એકબાજુનો રસ્તો બંધ કરાતા થોડીવાર માટે ટ્રાફિકજામ થયો હતો.બાદમાં તંત્ર દ્વારા ફાટકનું રીપેરીંગ કામ હાથ ધરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...