ચેક રિટર્ન થતા આરોપીને એક વર્ષની કેદ:મોરબીમાં કોર્ટે આરોપીને રૂપિયા 36.97 લાખ વળતર પેટે ફરીયાદીને ચુકવવાનો હુકમ કર્યો

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મોરબીમાં હાથ ઉછીના પૈસા લઈ ચેક આપવાના કિસ્સામાં ચેક રિટર્ન થયો હોય આ કેસમાં કોર્ટે આરોપીને એક વર્ષની કેદ અને રૂપિયા 36.97 લાખ વળતર પેટે ફરીયાદીને ચુકવવાનો હુકમ કર્યો છે. જો વળતરની રકમ ભરવામાં મોડું થશે તો પેનલ્ટી સ્વરૂપે માસની સાદી કેદની સજા ભોગવવાનો ચુકાદો જાહેર કરવાં આવ્યો છે.

આ કેસ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી મોરબીના અંબાજી જ્વેલર્સના નીતાબેન રવેશીયા પાસેથી રાજકોટના દિલિપ કાંતીલાલ પાટડીયાએ પોતાની અંગત જરૂરીયાત માટે તારીખ 01/02/2020ના રોજ રૂપિયા 15,00,000 તથા તારીખ 05/03/2020ના રોજ બીજા રૂપિયા 15,00,000 મળી કુલ રૂપિયા 30 લાખ પુરા હાથ ઉછીના લીધા હતા. તારીખ 20/03/2022 સુધીમાં પરત આપવાની શરતે વગર વ્યાજ સ્વરૂપે સમજુતી કરી પૈસા લીધા હતા.

ફરીયાદીએ લેણી રકમની સમયમર્યાદા પુર્ણ થતા તારીખ 21/03/2020ના રોજ લેણી રકમ પરત માંગી હતી. આરોપી દિલિપ એ બે ચેક આપ્યા હતા અને કહ્યું હતું કે ચેક બેંકમાં વટાવવા માટે નાંખશો ત્યારે તમારી લેણી નીકળતી રકમ મળી જશે તેવી બાંહેધરી આપી હતી. પરંતુ ફરીયાદી નીતાબેને રકમ પરત મેળવવા આ ચેક તેમની બેંકમાં વટાવવા નાખતા આ ચેક અપુરતા ભંડોળના કારણે પરત ફર્યો હતો. જેથી તેમણે એડવોકેટનો સંપર્ક કર્યો હતો. નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળની ફરિયાદ મોરબીના એડીશનલ ચીફ જજ.મેજીસ્ટ્રેટ, જે. વી. બુદ્ધની કોર્ટમાં દાખલ કરી હતી.

જે બાદ કેસ ચાલી જતા એડવોકેટ ચિરાગ કારીઆ તથા રવિ કારીયા દ્વારા ફરિયાદી પક્ષે ધારદાર દલીલ કરવામાં આવી હતી. ફરિયાદી પક્ષે ચોક્કસ પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. જેને ધ્યાને લેવામાં આવ્યા હતા. જે બાદ બન્ને પક્ષની તમામ દલીલોને ધ્યાને લઈ એડવોકેટ ચિરાગ કારીઆ તથા રવિ કારીયાની દલીલોને માન્ય રાખીને મોરબીની એડિશનલ સેશન્સ કોર્ટ દ્વારા આરોપી દિલીપને ફોજદારી કાર્યરીતી અધીનીયમ કલમ-255(0)તળે ધી નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ-138 અન્વયે એક વર્ષની કેદ અને રૂપિયા 36,97,503 વળતર પેટે ફરીયાદીને ચુકવવાનો હુકમ કર્યો છે. જો વળતરની રકમ ભરવામાં મોડું થશે તો પેનલ્ટી સ્વરૂપે માસની સાદી કેદની સજા ભોગવવાનો ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...