• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • In Morbi, The Congress National Spokesperson Made A Statement About Receiving Cash Of 75 Lakhs From Surat; If There Is A Congress Connection, The Government Should Investigate

કોંગ્રેસ પ્રવક્તાના સરકાર પર પ્રહાર:મોરબીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તાએ સુરતમાંથી 75 લાખની રોકડ મળવા અંગે આપ્યું નિવેદન; કોંગ્રેસનું કનેક્શન હોય તો સરકાર તપાસ કરાવે

મોરબી10 દિવસ પહેલા

ગુજરાત વિધાનસભા ચુંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. રાજકીય પક્ષો પૂરી તાકાત કામે લગાડી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે સુરતમાંથી 75 લાખની રોકડ રકમ મળવી અને કોંગ્રેસનું કનેક્શન ખૂલવાને કારણે રાજકારણ ગરમાયું છે. ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અજય ઉપાધ્યાયે મોરબીમાં પત્રકાર પરિષદને સંબોધન કરી આરોપોનું ખંડન કર્યું હતું અને ભાજપ પર પ્રહારો કર્યા હતા.

આ સાજીશ કરવામાં આવી છે.
ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના રાષ્ટ્રીય પ્રવક્તા અને સૌરાષ્ટ્ર પ્રભારી અજય ઉપાધ્યાય આજે મોરબી પધાર્યા હતાં. ત્યારે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તેઓએ પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં 75 લાખની રોકડ મળવા અંગે તેઓએ જણાવ્યું હતું કે, કોંગ્રેસનું કનેક્શન હોય તો સરકાર તેની તપાસ કરાવે. કોંગ્રેસ કાર્યકરોને આ મેટર સાથે કોઈ લેવાદેવા નથી. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આતંવાદી સાથે ગૃહમંત્રીના ફોટો છે, ફોટો હોવાથી કઈ સાબિત થતું નથી. આ સાજીશ કરવામાં આવી છે.

આરોગ્ય સુવિધાઓ અંગે સૌ કોઈએ કોરોના કાળમાં જોયું છે
વધુમાં રાજ્યમાં આરોગ્ય અને શિક્ષણ સેવાઓ અંગે પણ સરકાર પર પ્રહારો કર્યા હતા જેમાં જણાવ્યું હતું કે, મોરબીની આખા દેશમાં આગવી ઓળખ છે. મોરબી પુલ દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી અને સરકાર પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, સરકાર ડબલ એન્જિનની વાતો કરે છે, પણ રાજ્યમાં એન્જિન ફેલ થઇ ગયું છે. વર્ષ 2017ના મેનીફેસ્ટોમાં શિક્ષણ અને સ્વાસ્થ્ય સેવાઓના વચનો આપ્યા હતા, પરંતુ સરકારી ડેટા કહે છે કે, 5 વર્ષમાં નવી કોઈ હોસ્પિટલ કે સરકારી યુનિવર્સિટી બની નથી શાળાઓ બંધ છે. સરકારી આરોગ્ય સુવિધાઓ અંગે સૌ કોઈએ કોરોના કાળમાં જોયું છે કે, અમદાવાદ શહેરના રસ્તાઓ પર મૃતદેહ પડેલા જોવા મળ્યા હતા

ઝૂલતો પુલ દુર્ઘટના એ રાજનીતિનો મુદ્દો નથી, માનવતાનો મુદ્દો છે
​​​​​​​આરોગ્ય ક્ષેત્રમાં સરકારે બહુ ઓછો ખર્ચ કર્યો છે. મોરબી દુર્ઘટના સમયે પીએમ મોદીની મુલાકાત સમયે ઘણું બધું છુપાવવા માટે આવા સમયે રંગરોગાન કરવામાં આવ્યું હતું. સરકારી હોસ્પિટલમાં ડોકટરો, પેરા મેડીકલ સ્ટાફની અછત જોવા મળે છે. ઝૂલતો પુલ દુર્ઘટના એ રાજનીતિનો મુદ્દો નથી, માનવતાનો મુદ્દો છે. જવાબદાર વિપક્ષ તરીકે તે મુદ્દો અમે ઉઠાવ્યો છે અને મૃતકોના પરિવાર સાથે સંવેદના વ્યક્ત કરી હતી

અન્ય સમાચારો પણ છે...