તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:મોરબીમાં શિક્ષકો પાસેથી કારકુનની કામગીરી લેવાતી હોવાનો કચવાટ

મોરબી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • તંત્ર દ્વારા RTE કાયદાનો ભંગ કરાતો હોવાની ફરિયાદ

મોરબી જિલ્લાની શિક્ષણ શાખામાં તેમજ તમામ તાલુકાની શિક્ષણ શાખાઓમાં નવ રચિત મોરબી જિલ્લો થયો ત્યારથી શિક્ષકોના શાળામાંથી કામગીરી ફેરફારના હુકમ કરી,કારકુનની કામગીરી કરાવવામાં આવે છે પરિણામે શાળાઓમાં શિક્ષકોની ઘટ ઉભી થાય છે,શાળામાં રહેલા શિક્ષકોને ક્લાર્ક બની ગયેલા શિક્ષકોના ધોરણો વિષયો ભણાવવા પડે છે, સતત લેવાતી એકમ કસોટીઓ, નિદાનાત્મક કસોટીઓ, સત્રાંત કસોટી,વાર્ષિક કસોટીઓ આમ વર્ષ દરમ્યાન એક એક વિદ્યાર્થીઓ ચાલીસ ચાલીસ જેટલા પેપરો ચકાસવા,સ્કેન કરવા ઓનલાઈન કરવા વગેરે કામગીરી કરવી પડતી હોય કામગીરી ખુબજ ભારરૂપ લાગે છે અને બે શિક્ષકનું કામ એક શિક્ષક કરતો હોય વિદ્યાર્થીઓ ગુણવત્તા પણ નબળી રહે છે,

રાઈટ ટુ એજ્યુકેશન એકટમાં શિક્ષકો પાસેથી શિક્ષણ સિવાયની કામગીરી લેવાની સ્પષ્ટ ના હોવા છતાં અને થોડા દિવસો અગાઉ વિધાનસભામાં બ્રિજેશ મેરજા દ્વારા આ પ્રશ્ન ઉઠાવ્યો હતો, તાજેતરમાં જ ભગવાનજીભાઈ બારડ ધારાસભ્ય ગીર સોમનાથ દ્વારા પણ આ પ્રશ્ન ઉઠાવેલ છે, જિલ્લામાં શિક્ષકો પાસેથી વિવિધ પ્રકારની શિક્ષણ સિવાયની કામગીરી લેવામાં આવે છે, શિક્ષકમાંથી સી.આર.સી. બી.આર.સી બની ફરી પાછા શિક્ષક થયેલા હોય એમને શાળા માંગી લીધી છે પણ સી.આર.સી. ની જગ્યા ભરાતી ન હોય રાજીનામું આપી દીધુ હોવા છતાં શાળામાં હાજર થયેલ ન હોવના કારણે જગ્યાએ ખાલી છે એવી જ રીતે સ્કૂલ ઈન્સ્પેકટર તરીકેની કામગીરી અને કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમની કામગીરી પણ શિક્ષકો પાસેથી લેવામાં આવે છે, શિક્ષકોનું કામગીરીનું ભારણ વધે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો