આ કેસની હકીકત અંગે મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાની સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર મોરબીના વતની અરવિંદભાઇ હરજીભાઈ પનારા AU બેંક-શનાળા રોડમાંથી 15 લાખની લોન લીધેલી અને તે લોન સમય મર્યાદામાં ભરી આપી હતી. પરંતુ AU બેંકે તેને NOC અને તેની મકાનની અસલ ફાઇલ આપી ન હતી. જેથી અરવિંદભાઇએ આ અંગેની ફરિયાદ ગ્રાહક સુરક્ષા મંડળમાં કરવામાં આવી હતી.
ગ્રાહક સુરક્ષા મંડળે તેમને ન્યાય અપાવ્યો
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, એ સમયે બેન્ક દ્વારા સ્વબચાવમાં જણાવવામાં આવ્યું હતું કે, અરવિંદભાઇ તેનાભાઈમાં જામીન તરીકે છે માટે તેને NOCની ફાઇલ પરત મળે નહીં. આ મુદ્દે બન્ને પક્ષોની દલીલો સાંભળી કોર્ટે બેન્કને હુકમ કર્યો કે, અરવીંદભાઇ પનારાની ફાઇલ તથા NOC તેને સોંપી દેવામાં આવે અને ખર્ચ પેટે રૂ.5 હજાર AU બેંકે અરવિંદભાઇ પનારાને ચૂકવવા પડશે. આમ ગ્રાહક સુરક્ષા મંડળે તેમને ન્યાય અપાવ્યો છે. ગ્રાહકો પોતાના હક માટે ગમે ત્યારે પ્રમુખ લાલજીભાઇ મહેતાનો સંપર્ક કરી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.