મોરબીની સબ જેલમાં બંધ કાચા કામના કેદીએ વહેલી સવારે ચાદર વડે બાથરૂમ પિલર સાથે લટકી જઈને ગળેફાંસો ખાઈ લીધો હતો. જે બનાવ મામલે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.
જે બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મૂળ જસદણ તાલુકાના શિવરાજપુર ગામનો રહેવાસી અને હાલ સાયલા રહેતો વિશાલ ગોગલભાઈ ચોવસીયા (ઉ.વ.19) નામનો ઇસમ 363,366 અને પોક્સોના ગુનામાં મોરબીની સબ જેલમાં બંધ હતો. જે કાચા કામના કેદીએ આજે વહેલી સવારે 03:50ના અરસામાં બાથરૂમના પિલર સાથે ચાદર વડે ગળેફાંસો ખાઈ આયખું ટૂંકાવી લીધું હતું. સબ જેલમાં બંધ કેદીના આપઘાતના પગલે ચકચાર મચી હતી. બનાવની જાણ થતા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ દોડી ગઈ હતી. જે આપઘાતના બનાવ મામલે એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ ડીવાયએસપી ગૌસ્વામી ચલાવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.