સલામતીની ગેરંટી:મોરબીમાં બહેનો ભયમુક્ત બની ગરબે ઘૂમી શકશે

મોરબી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યંગ ઇન્ડિયા ગ્રૂપે મહિલાઓની સુરક્ષાની વ્યવસ્થા સાથે એન્ટ્રી પણ નિ:શુલ્ક કરી

આગામી 26 સપ્ટેબરથી મા અંબાની આરાધનાનું પર્વ નવરાત્રી શરૂ થવા જઈ રહ્યું છે. છેલ્લા 2 વર્ષથી કોરોનાના કારણે પાર્ટી પ્લોટમાં ગરબા ઉજવણી પર પ્રતિબંધ મુકાયો હતો. આ વર્ષે ફરી પાર્ટી પ્લોટમાં ઉજવણીને મંજૂરી મળી જતા આયોજકો દ્વારા ઉજવણી કરાશે ત્યારે મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા અર્વાચીન રાસોત્સવનું આયોજન કરાયું છે.

નવરાત્રી મહોત્સવમાં તમામ સમાજની બહેનો મુક્તપણે સુરક્ષિત-પારિવારિક વાતાવરણમાં રાસે ઘૂમવાનો આનંદ માણી શકે તે માટે તમામ વય અને જ્ઞાતિની મહિલાઓને સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં રજિસ્ટ્રેશન વગર વિનામૂલ્યે એન્ટ્રી અપાશે, તેમજ આ વર્ષે યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા નવી જગ્યા લીલાપર કેનાલ રોડ પર કેશવ પાર્ટી પ્લોટમાં આયોજન કરાયું છે. નવરાત્રી મહોત્સવમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા તમામ સમાજના લોકો રાસ ગરબે રમી શકે તેવુ આયોજન કરી સર્વધર્મ સમભાવનો મેસેજ આપ્યો છે, તમામ સમાજની મહિલાઓ માટે ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે.

મોરબીમાં નવરાત્રીને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે 14 વર્ષથી અર્વાચીન રાસોત્સવનું આયોજન કરતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આગામી 26 સપ્ટેમ્બરથી 5 ઓકટોબર સુધી સંકલ્પ નવરાત્રી મહોત્સવનું લીલાપર – કેનાલ રોડ પર આવેલ કેશવ પાર્ટી પ્લોટમાં આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી નહીં પણ પરંતુ આખા ગુજરાતમાં પ્રથમ વખત તમામ જ્ઞાતિની બહેનો માટે ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે. આધુનિક સાઉન્ડ સિસ્ટમ અને મુંબઈ, બરોડા અને સૌરાષ્ટ્રના ખ્યાતનામ કલાકારો દ્વારા પ્રાચીન અને અર્વાચીન ગરબાની રમઝટ બોલાવશે.

માતાની આરાધના સાથે દેશભક્તિનો માહોલ
બહેનો અર્વાચીન રાસોત્સવની સાથે પ્રાચીન ઢબે માતાજીની આરાધના કરવાની પરંપરા સાથે દેશભક્તિનો માહોલ ઉભો કરાશે. આયોજન પ્રોફેશનલ હેતુ માટે નહીં પણ દરેક સમાજના લોકો ભેદભાવ વિના એક જ જગ્યાએ પારિવારિક માહોલમાં ગરબે રમી શકે તેવા હેતુ સાથે આયોજન કરાયું છે. સામાન્ય રીતે દીકરીઓ કે મહિલાઓને પાર્ટી પ્લોટમાં થતા ગરબામાં સુરક્ષાને લઈને ચિંતા રહેતી હોય છે, જ્યારે આ જગ્યા પર કોઈ પણ ડર વિના મહિલાઓ ફરી શકે તે માટે આયોજનમાં સલામતી, બહેનો મુક્તપણે રાસ ગરબે રમી શકે તેની તકેદારી રાખવામા આવી છે.

અન્ય સમાચારો પણ છે...