સમસ્યાનું સુખદ સમાધાન:મોરબીમાં પત્નીને પતિએ માર મારી ઘરેથી કાઢી મૂકી

મોરબી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 10 દિવસ પૂર્વે બાળકને જન્મ આપનાર માતાને ત્રાસ
  • 181ની ટીમે સમાધાન કરાવી ઘરે પરત મોકલી

મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે એક બેન 10 દિવસના બાળકને લઈને બેઠા હોય જેનો પતિ મારકૂટ કરીને તેણે ઘરેથી કાઢી મૂકી હતી. મોરબી 181 ટીમને તા. 1ના રોજ કોલ આવ્યો હતો જેના આધારે 181 ટીમના કાઉન્સેલર પલ્લવી વાઘેલા, મહિલા કોન્સ્ટેબલ રીટાબેન પરમાર સહિતનો સ્ટાફ સ્થળે દોડી ગયો હતો. જે મહિલાની ઉમર 25 વર્ષની હોય અને ઘરેથી કાઢી મુકવામાં આવતા ખુબ ગભરાઈ ગઈ હતી.

આ મહિલાને મોરબીની 181 ટીમે સાંત્વના પાઠવી આશ્વાસન આપ્યું હતું અને કાઉન્સેલિંગ કરતા તેના પતિએ મારકૂટ કરી હોય અને ઘર ખર્ચ આપતા ના હોવાનું જણાવ્યું હતું અને મહિલાને ડીલીવરી આવ્યાને 10 દિવસ થયા હોય પતિ દ્વારા મારકૂટ કરીને કાઢી મુકવામાં આવી હતી. જેથી તે મોરબી સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ આવીને બેસી ગઈ હોવાનું જણાવી રડવા લાગી હતી. મોરબી 181 ટીમે સ્થળ પર જ કાઉન્સેલિંગ કરીને મહિલાને તેના ઘરનું સરનામું પૂછી પતિ પાસે લઇ ગયા હતા અને પતિને પણ સમજાવી સમસ્યાનું સુખદ સમાધાન કરાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...