ધમાકેદાર જીત:મોરબી માળિયા બેઠકમાં ભાજપને 2017 કરતાં 28561 મત વધારે તો કોંગ્રેસ પક્ષને 36937 મત ઓછા મળ્યા

મોરબી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાની ત્રણેય બેઠકમાં ભાજપને 56965 મતનો ફાયદો થયો હતો જ્યારે કોંગ્રેસને 69875 મતનું નુકસાન
  • મોરબી બેઠકમાં 2012, 2017 ચૂંટણી તેમજ 2019ની પેટા ચૂંટણીમાં જીતનું માર્જિન ચાર આંકડામાં જ રહયું હતું

ઝૂલતા પુલની દુર્ઘટના બનતા સંવેદનશીલ બેઠક બનેલી મોરબી માળીયા વિધાનસભા બેઠક પર દેશ ભરના રાજકીય પંડિતોની નજર હતી. કેટલાક રાજકીય પંડિત આ ઘટના ભાજપને નુકશાન કરાવશે તેવી ભવિષ્યવાણી કરીને બેઠા હતા. જો કે તમામ ધારણા પર કાંતિલાલ અમૃતીયા અને ભાજપે ધમાકેદાર જીત મેળવી પૂર્ણ વિરામ મૂકી દીધું હતું.

મોરબીમાં ઝુલતો પુલ દુર્ઘટના બની એની પૂર્વ સંધ્યા સુધી ટિકિટ ફાળવણી માટે કાંતીલાલનુ઼ નામ કોઇ જ ચર્ચામા પણ ન હતું અને ક્યા નામ પર મંજુરીની મહોર લાગશે એ કળવું મુશ્કેલ લાગતું હતું. દાવદારો પોત પોતાની રીતે મહેનત કરી રહ્યા હતા ત્યારે પળવારમાં જ ચિત્ર પલટાઇ ગયું હતું અને કાંતિલાલ પાણીમાં કુદ્યા અને કારકિર્દી તરી ગઇ. એટલું જ નહીં, સતત 6 ટર્મ ધારાસભ્ય બનવાનો રેકોર્ડ કર્યો અને મોરબીના ઇતિહાસમાં ન મળી હોય તેટલી ઐતિહાસિક 62 હજારથી વધુ મતની લીડ તેમના નામે નોંધાઇ છે.

જિલ્લાની મોરબી માળીયા બેઠકમાં આ ચૂંટણી દરમિયાન 193714 મત પડયાં હતાં જેમાંથી 114538 મત ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયાને મળ્યા હતાં. 2017માં તેઓને 85,977 મત મળ્યા હતા. આમ ગત વિધાનસભા ચૂંટણીની સરખામણીમાં 28 561 મત વધુ મળ્યા હતા કોંગ્રેસ પક્ષની વાત કરીએ તો 2017 મા કોંગ્રેસનો ઉમેદવાર બ્રિજેશ મેરજાને 89396 મત મળ્યા હતા તો 2022 માં કોંગ્રેસ ઉમેદવાર જેન્તીભાઈ પટેલને 52,459 મત મળ્યા હતા આ આ ચૂંટણી દરમિયાન કોંગ્રેસને 36,937 મતનું નુકસાન થયું હતું.

વાંકાનેર બેઠકની વાત કરીએ તો વાંકાનેરમાં 2017 માં કુલ 184530 મત પડયાં હતાં જેમાંથી ભાજપા ઉમેદવાર જીતુભાઇ સોમાણીને 71227 મત મળ્યા હતા જ્યારે 2022 માં 80677 મત ભાજપને મળ્યા હતા. ભાજપને આ ચૂંટણીમાં9450 મતનો ફાયદો થયો હતો. અને તે જીત માટે મહત્ત્વ પૂર્ણ બન્યા હતા.૨૦૧૭માં ઉમેદવાર 72588 મત મળ્યા હતા જ્યારે 2022 માત્ર 60722 મત મળ્યા હતા આમ આ ચૂંટણીમાં કોંગ્રેસને 11 860 મત ગત ચૂંટણી કરતા ઓછા મળ્યા હતા.

આ પ્રકારે ટંકારા બેઠકમાં પણ 2017 ની સરખામણીમાં 2022 ભાજપને ફાયદો અને કોંગ્રેસને નુકશાન થયું હતું. ૨૦૧૭માં ભાજપ ઉમેદવાર રાઘવજી ગડારા ને 64320 મત મળ્યા હતા જ્યારે 2020 માં 83274 મત મળ્યા એટલે કે ગત વિધાનસભા ચૂંટણી કરતા 18 954 મતનો ફાયદો થયો હતો તો કોંગ્રેસ ઉમેદવાર લલિત કગથરા ને 94090 મત મળ્યા હતા જ્યારે 2022 માં ઘટીને 73018 મત થતાં આ વખતે 21073 મતનું નુકસાન થયું છે.આ ત્રણેય બેઠકોમાં. થયેલ મતના પરિવર્તનોએ હાર જીતનું માર્જિન વધારી દીધું છે.

જિલ્લાની ત્રણેય બેઠકોની વાત કરીએ તો ગત વિધાનસભા ચૂંટણી કરતા ભાજપને 56965 મતનો ફાયદો થયો હતો, જ્યારે કોંગ્રેસને 69875 મતનું નુકસાન સહન કરવું પડ્યું હતું.ગત 2017ની ચૂંટણીમાં ત્રણે બેઠક કોંગ્રેસ પાસે હતી અને આ વખતે પાસાં પલટાઇ ગયા અને ભાજપને જોરદાર ફાયદો થઇ ગયો.

અન્ય સમાચારો પણ છે...