વિવાદ:મોરબી જેલમાં દરવાજે માથું ભટકાતા કેદીને ઇજા, મારામારી થયાની ચર્ચા

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા જેલના કેદીને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો

મોરબી જિલ્લા જેલ છેલ્લા બે ત્રણ દિવસથી ચર્ચાના કેન્દ્રમાં આવી છે એક હળવદના પોક્સોના એક આરોપીએ ફાસો લગાવી દિધો હતો તો મંગળવારે ચેકિંગ દરમિયાન એક કેદી પાસેથી એક મોબાઈલ મળી આવ્યો હતો જેલ કર્મચારી દ્વારા જયારે તેની પાસેથી મોબાઈલ જપ્ત કર્યો ત્યારે 2 કેદીઓએ ગાળાગાળી કરી હતી. જે બાદ તે અંગે પોલીસ ફરિયાદ પણ નોધાઇ હતી.

હજુ આ ઘટના ઓછી હોય તેમ બુધવારે બપોરના સમયે રવિ ઉર્ફે બુચિયો દેવજીભાઈ સાથલિયા નામના કેદીને માથાના ભાગે ગંભીર ઈજા પહોચેલ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જેલ પ્રશાસન દ્વારા એવી દલીલ આપવામાં આવી હતી કે કેદીના માથાના ભાગે ઈજા પહોચવાનું કારણ બેરેકના દરવાજા સાથે માથું ભટકાતા તેને ઈજા પહોચી હતી જેથી સારવાર અર્થે લાવવામાં આવ્યો છે બીજી તરફ કેદીઓ વચ્ચે મારામારી થઇ હોવાનુ ચર્ચાએ જોર પકડ્યું છે .જોકે આ ઘટનામાં હજુ સુધી પોલીસ મથક સુધી ફરિયાદ નોધાઇ ન હતી

અન્ય સમાચારો પણ છે...