તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Morbi
 • In Morbi District, The System Declared 35 Cases Positive In The Last 3 Days But In Three Health Centers, Only 150 Cases Were Reported In A Single Day.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આ છે કડવી વાસ્તવિકતા:મોરબી જિલ્લામાં તંત્રે છેલ્લા 3 દિવસમાં 35 કેસ પોઝિટિવ જાહેર કર્યા પરંતુ ત્રણ હેલ્થ સેન્ટરમાં માત્ર એક જ દિવસમાં 150 કેસ

મોરબી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • મોરબીમાં કોરોના સંક્રમિત લોકોનો જે આંક જાહેર કરાય છે તેમાં છૂપાવાય છે વધુ, માત્ર 10 ટકા કેસ જ બતાવાય છે, આ રહી સાબિતી

રાજ્ય સરકાર અને હેલ્થ ડિપાર્ટમેન્ટના દબાણ હેઠળ જિલ્લા આરોગ્યતંત્ર ટોટલ પોઝિટિવ કેસના૧૦ ટકા કેસ પણ બતાવતું નથી. આરોગ્ય અધિકારીઓ અને સ્ટાફ બધી જ હકીકત જાણે છે પરંતુ સરકારના દબાણ સામે ફરજિયાત ઝૂકીને સાવ જ ખોટા આંકડા જાહેર કરવામાં આવે છે. શુક્રવારની વાત કરીએ તો આરોગ્ય તંત્રે સરકારી ચોપડે માત્ર 19 કેસ દેખાડ્યા છે. સમજી લવાનું કે વાસ્તવિક આંક આના કરતા ઘણો ઉંચો હશે જ.

મોરબીમાં તારીખ 25 ને ગુરુવારના રોજ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં 3 અને ગ્રામ્યમાં 10 એમ કુલ માત્ર 13 કેસ કોરોના પોઝિટિવ જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે હકિકત એ છે કે દિવ્ય ભાસ્કરની તપાસમાં માત્ર ત્રણ જ હેલ્થ સેન્ટરમાં ૧૫૦થી વધુ દર્દી પોઝિટિવ આવ્યા છે. જેમાં લજાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, મોરબી શહેરના ગોકુલ નગર તથા પરસોતમ ચોકના અર્બન હેલ્થ સેન્ટરના આંકડાઓ છે જે અનુક્રમે ૪૦ થી વધુ, ૪૦ થી વધુ અને ૭૦થી વધુ છે. જિલ્લામાં ૭૪ સેન્ટર પર કોરોના ટેસ્ટ કરવામાં આવે છે જેમાંથી માત્ર ત્રણ જ કેન્દ્રો પર ૧૫૦થી વધુ કેસો પોઝિટિવ આવેલા છે તેમ છતાં જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા ટોટલ કેસના માત્ર 10 ટકા કેસ પણ જાહેર કરવામાં નથી આવતા. આ તમામ આંકડાઓ જે તે કેન્દ્રના આરોગ્ય વિભાગના કર્મચારીઓ તથા ડોક્ટરો દ્વારા જાહેર કરાયેલા છે એક અંદાજ મુજબ મોરબી જિલ્લામાં તેની ૬૦૦થી વધુ કોરોના પોઝિટિવ કેસ આવે છે પરંતુ કોરોનાને કાબુ માં રાખી શક્યા હોવાની ડંફાસ નાખવાને કારણે તંત્ર દ્વારા તદ્દન નીચેના આંકડાઓ જાહેર કરવામાં આવી રહ્યા છે. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આવા ગોટાળા ભૂતકાળમાં પણ થઈ ચૂક્યા છે અને નામ ન આપવાની શરતે આરોગ્ય વિભાગના ડોક્ટરો જ ઉપરથી દબાણ હોવાનું સ્વીકારે છે.

મોરબીના બગથળા ગામમાં છેલ્લા ચાર દિવસમાં 40 કેસ આવ્યા!
મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તારીખ 23ના 10 કેસ, તા. 24 ના 12 કેસ તથા તા. 25ના 14 કેસ એમ ત્રણ દિવસમાં કુલ માત્ર 35 કેસ કોરોના પોઝિટિવ જાહેર કરવામાં આવ્યા છે. જેની સામે મોરબી તાલુકાના બગથળા ગામમાં છેલ્લા ચાર દિવસમાં 40 થી વધુ કેસ અને થોરાળા ગામમાં 30 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ ઉપરાંત ટંકારા, વિરવાવ તથા લજાઈમાં પણ 25 કેસ કોરોના પોઝિટિવ આવ્યા છે ત્યારે સમગ્ર મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવનો આ કુલ આંકડો આટલો નીચો શા માટે દર્શાવવામાં આવે છે તે મોટો સવાલ છે.

મારા સ્ટાફ સાથે વાત કરી લઈશ
કેસો આવતા હશે, મારી ના નથી પણ મારી જાણમાં નથી. તમે ડિટેઇલ આપો. હું મારા નીચેના અધિકારી સાથે વાત કરી લઈશ.તમામ સરકારી આરોગ્ય કેન્દ્રમાં અમારો સ્ટાફ છે. જો એમણે આ સ્વીકાર્યું હોય તો હું મારા સ્ટાફ સાથે વાત કરી લઈશ તમે મારા પર વિશ્વાસ રાખીને મને પુરાવા આપો. > જે.એમ. કતીરા, જિલ્લા આરોગ્ય અધિકારી મોરબી

​​​​​​​DDO અને DPEO કોરોના પોઝિટિવ
​​​​​​​
મોરબીના જિલ્લા વિકાસ અધિકારી ભગદેવ તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સોલંકી કોરોનાથી સંક્રમિત થયા છે. ડીડીઓ ભગદેવ હાલ અમદાવાદ છે, જ્યારે ડીપીઈઓ સોલંકીને હાલ રજા પર ઉતાર્યા છે. આ અધિકારીઓએ ચૂંટણીમાં ફરજ પર હતા અને વેક્સિન ન લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ઓનલાઇન શિક્ષણ ચાલુ રખવા જિલ્લા શિક્ષક સંઘે રજૂઆત કરી
હાલમાં થઈ રહેલા કોરોના વિસ્ફોટના પગલે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ તથા તાલુકા સંઘ દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને રજૂઆત કરવામાં આવી હતી જેમાં હાલમાં જિલ્લાના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના ઝડપથી વધી રહ્યો છે ત્યારે પ્રાથમિક શાળાઓમાં ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ નું પ્રત્યક્ષ શિક્ષણ ચાલુ રાખવું જોખમ ભરેલું બની રહેશે તેથી તેમનું ઓનલાઇન શિક્ષણ ચાલુ રાખીને શાળાઓમાં રજા જાહેર કરવી જોઇએ. સંઘના સૂત્રો મુજબ છેલ્લા એક મહિનામાં મોરબીના 80થી વધુ પ્રાથમિક શિક્ષકો કોરોનાથી સંક્રમિત થયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો