કોરોના સંક્રમણ:મોરબી જિલ્લામાં 25 દર્દી પોઝિટિવ એક્ટિવ કેસનો આંક 88 પર પહોંચ્યો

મોરબી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોરબીની નિર્મળ વિદ્યાલયમાં વિદ્યાર્થિની પોઝિટિવ, અન્યના ટેસ્ટ કરાયા

મોરબી જિલ્લામાં કોરોના મહામારીની ત્રીજી લહેરની શરૂઆત થઈ ચૂકી છે દિન પ્રતિદિન કોરોનાના વધુને વધુ કેસ સામે આવી રહ્યા છે. મોરબી જિલ્લામાં બુધવારે 1462 દર્દીઓને સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા તેમાંથી 25 દર્દી કોરોના પોઝિટિવ આવ્યા હતા. મોરબી શહેરમાં 20 દર્દી,ટંકારામાં 4 અને માળિયાના 1 કેસ સામે આવ્યા હતા મોરબીની વધુ એક શાળામાં નિર્મલ વિદ્યાલયમાં એન્ટ્રી થઈ છે .આ શાળામાં ધોરણ 12ની વિધાર્થીની પોઝિટિવ આવ્યા હતા.

મોરબી જિલ્લા આજ દિન સુધી માં એક્ટિવ કેસની સંખ્યા 88 સુધી પહોંચી ચૂકી છે. મોરબી જિલ્લામાં આજ દિન સુધીમાં કુલ 6595 દર્દી પોઝિટિવ આવ્યા હતા જેમાથી 6166 દર્દી ડિસ્ચાર્જ થઈ ચુકયા છે.તો 87 દર્દીના મોત જાહેર કરવામાં આવ્યા છે.

મોરબીમાં શાળામાં પોઝિટિવ આવતા વિદ્યાર્થીઓની વાત કરીએ તો કુલ 18 જેટલા વિદ્યાર્થી અને વિધાર્થીની કોરોના પોઝિટિવ આવેલ છે જેમાં નવયુગ વિધાલયના 11, નાલંદા વિદ્યાલયમાં 5,જ્ઞાન વિહારમાં 1, વિનય ઇન્ટરનેશનલમાં 1, નિર્મલ વિદ્યાલયમાં એક પોઝિટિવ આવ્યા હતાં. મોરબી જિલ્લામાં સાંજ સુધીમાં કુલ 8214 લોકોએ લીધા વેકસીનના ડોઝ. મોરબી જિલ્લામાં 15થી 18 રસી પડી ધીમી ત્રીજા દિવસે માત્ર 4588 બાળકોએ જ લીધી રસી લીધી હતી આ સીવાય 18થી 45 વયના 2905 લોકોએ રેસી લીધી હતી તો 45થી વધુ વય ની વાત કરીએ તો 721 લોકોએ વેકસીન લીધી છે.

અન્ય સમાચારો પણ છે...