• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • In Morbi District, The Interest Of Students In B.Sc. Has Decreased. 240 Seats Of Government College Are Likely To Remain Vacant

એજ્યુકેશન:મોરબી જિલ્લામાં વિદ્યાર્થીઓનો B.sc.માં લગાવ ઘટ્યો સરકારી કોલેજની 240 સીટ ખાલી રહેવાની સંભાવના

મોરબી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધોરણ 12 સાયન્સમાં 1236 વિદ્યાર્થી પાસ થયા મોટાભાગના વિદ્યાર્થીઓની પસંદગી મેડિકલ અને એન્જિનિયરિંગ

ઔદ્યોગિક જિલ્લા તરીકે જાણીતા મોરબીએ હવે શૈક્ષણિક ક્ષેત્રે પણ પોતાની અલગ ઓળખ ઉભી કરી છે, ધોરણ 10 અને 12 ના આ વર્ષે આવેલા પરિણામમાં તો મોરબી જિલ્લાનો રાજ્યકક્ષાએ દબદબો જોવા મળ્યો છે.

જિલ્લાના ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહના પરિણામની વાત કરીએ તો 85.36% સાથે રાજ્યમાં બીજો ક્રમ મેળવ્યો હતો, તો ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પણ 5395 છાત્રોમાંથી 4914 છાત્ર ઉતીર્ણ થતા 89.20% પરિણામ નોંધાયું હતું, આ જ રીતે સોમવારે જાહેર થયેલા પરિણામ મુજબ ધોરણ 10માં પણ 73.79 % સાથે મોરબી જિલ્લાનો રાજ્યમાં બીજો ક્રમ રહ્યો હતો.

જિલ્લામાં હાલ ધોરણ 10 અને 12 નું પરિણામ જાહેર થયા બાદ હવે પ્રવેશ પ્રક્રિયા શરુ થવા લાગી છે. હાલ મોરબી જિલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1236 છાત્રો પાસ થયા હતા જેની સામે 15 છાત્રો A1 ગ્રેડ જયારે 117 છાત્રો A2 તેમજ 260 છાત્રો B1 ગ્રેડ મેળવ્યા હતા. આમાંથી A ગ્રુપના છાત્રોનું લક્ષ્ય એન્જિનિયરીંગ ફિલ્ડમાં જવાનું છે જયારે B ગ્રુપના છાત્રો મેડીકલ ક્ષેત્રમાં કેરિયર બનાવવાના પ્રયાસમાં છે.

શિક્ષકોની ભરતી પ્રક્રિયા સુસ્ત થતાં વિદ્યાર્થીઓ ઘટ્યાં
છેલ્લા કેટલાક વર્ષોમાં 12 વિજ્ઞાન પ્રવાહમાંથી Bsc કરવા તરફનો વિદ્યાર્થીઓનો ઝુકાવ ખુબ ઓછો થયો છે. ઉપરાંત છેલ્લા કેટલાક વર્ષોથી રાજ્ય સરકાર દ્વારા માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની ભરતી પ્રકિયા સુસ્ત કરી દીધી હોવાથી Bsc કરતા છાત્રોની સંખ્યામાં મોટા પાયે ઘટાડો આવ્યો છે.

મોરબીની એમ એમ સાયન્સ કોલેજ સરકારી કોલેજ છે અને અહી 240 જેટલી સીટ મંજૂર થયેલી છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી Bscની ઘણી બધી સીટ ખાલી રહે છે અને જે છાત્રો પ્રવેશ લઇ રહ્યા છે તેમાંથી અનેક છાત્રો એવા હોય છે જેમણે મેડીકલ અથવા એન્જિનીયરીંગમાં પ્રવેશ અરજી કરી હોય પણ મેરીટના કારણે જો તેને એડમીશન ન મળે તો તેનું વર્ષ બગડે નહી જેથી ગ્રેજ્યુએશન કરવા એડમિશન લે છે. બાકી જે છાત્રોને મેડિકલ કે એન્જિનીયરીંગમાં એડમીશન મળી જાય તો તેઓવચ્ચેથી અભ્યાસ છોડી જાય છે જેના કારણે જે સીટ ભરેલી હોય તેમાંથી પણ કેટલીક સીટ 2થી 3 મહિનામાં ખાલી થવા લાગે છે આ સિવાય મોરબીની ખાનગી કોલેજમાં પણ છાત્રો Bscમાં એડમીશન લેતા હોય છે, જેના કારણે આ વર્ષે પણ Bscની સીટ ખાલી રહેવાની સંભાવના રહે છે.

રિસર્ચ ક્ષેત્રમાં વિદ્યાર્થીઓમાં ઝુકાવ નથી
Bsc બાદ અલગ અલગ વિષયમાં છાત્રો માસ્ટર એમફિલ તેમજ પીએચડી સુધીનો અભ્યાસ કરી ચોક્ક્સ વિષયમાં સ્કોલર બની શકે તેમ છે અને તેના માટે 10 વર્ષ જેટલો સમય પણ લાગી શકે છે. જો કે આજની સ્થિતિમાં વિદ્યાથીઓમાં રિસર્ચ ક્ષેત્રમાં રસ નથી પરંતુ વહેલી તકે એન્જિનિયરીંગ કે મેડીકલ ક્ષેત્રમાં પ્રવેશ મેળવી 5 થી 7 વર્ષ અભ્યાસ કરી પોતાનો ધંધો વ્યવસાય અથવા નોકરી કરી લેવાની ઉતાવળ હોવાથી રિસર્ચ ક્ષેત્રમાં જતા નથી જેના કારણે બીએસસી કરતા છાત્રોની સંખ્યા મર્યાદિત છે. Bsc બાદ રિસર્ચ ક્ષેત્રમાં વિદ્યાર્થીને રૂચી હોય તો તેમાં ખુબ ઉજળું ભવિષ્ય છે અને સરકાર પણ તેના માટે અનેક સ્કીમ ચલાવે છે. જો કે રિસર્ચ પાછળ સમય અને નાણાં અને શક્તિની જરૂર હોવાથી તેનાથી દૂર થઇ રહ્યા છે.માં - હિતેશ માંડવિયા, પ્રિન્સિપાલ, એમ.એમ.સાયન્સ કોલેજ

અન્ય સમાચારો પણ છે...