તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ અનલોક:મોરબી જિલ્લામાં ધો. 9 અને 11માં શિક્ષણ કાર્ય શરૂ, પ્રથમ દિવસે માત્ર 41 % વિદ્યાર્થીની હાજરી

મોરબી24 દિવસ પહેલા
 • કૉપી લિંક
તકેદારીના અંતર અને માસ્ક સાથે પ્રત્યક્ષ શિક્ષણનો વિદ્યાર્થીઓમાં ઉત્સાહ. - Divya Bhaskar
તકેદારીના અંતર અને માસ્ક સાથે પ્રત્યક્ષ શિક્ષણનો વિદ્યાર્થીઓમાં ઉત્સાહ.
 • કોરોનાની રસી ભલે આવી ગઇ, વાલીઓ અને વિદ્યાર્થીઓના મનમાંથી ચિંતાનું આવરણ દૂર થતું નથી
 • ધોરણ 9 અને 11 એમ બંને વર્ગના મળીને કુલ 17,005 માંથી માત્ર 6968 વિદ્યાર્થીઓ જ શાળામાં હાજર રહ્યા

સરકારે કોરોના કાળના લાંબા અંતરાલ બાદ ધો. 10, 12 પછી હવે ધો. 9 અને 11ની શાળા શરૂ કરવાની સત્તાવાર ઘોષણા કરી દીધી હતી. આથી, સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં પણ કોરોના કાળના લાંબા અંતરાલ બાદ ગઈકાલથી ધો. 9 અને ધો. 11 ની સ્કૂલો ધમધમી ઉઠી હતી. જો કે ગઈકાલે પ્રથમ દિવસે ધો. 9 અને ધો. 11 ની સ્કૂલોમાં 42 ટકા જ વિદ્યાર્થીઓની હાજરી નોંધાઇ હતી. જેમાં બન્ને ધોરણના મળીને કુલ 17005માંથી 6968 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

મોરબી જિલ્લામાં આજથી ધો. 9 અને 11ની સ્કૂલો શરૂ થઈ છે. ધો.9 અને ધો.11 ની મળીને કુલ 245 શાળા છે. જેમાં સરકારી 57, ગ્રાન્ટેડ 57, સ્વનિર્ભર 131 શાળાઓનો સમાવેશ થાય છે. ધો. 9માં ગઈકાલે પ્રથમ દિવસે સરકારી શાળામાં કુલ 2761માંથી 1037 વિદ્યાર્થીઓ, ગ્રાન્ડેટ શાળામાં 4521માંથી 1906 વિદ્યાર્થીઓ, સ્વનિર્ભર શાળામાં 4245માંથી 1734 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આમ, ધો 9 માં 11527માંથી 4677 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. એટલે કુલ 245 શાળામાંથી 186 શાળાઓમાં જ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

જ્યારે ધો. 11ની વાત કરીએ તો 245 માંથી 186 શાળા શરૂ થઈ હતી. જેમાં ધો. 11માં પ્રથમ દિવસે સરકારી શાળામાં 625 માંથી 267 વિદ્યાર્થીઓ, ગ્રાન્ટેડ શાળામાં 1797 માંથી 802 વિદ્યાર્થીઓ, સ્વનિર્ભર શાળામાં 3056 માંથી 1222 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. એટલે કુલ ધો.11માં કુલ 5478 વિદ્યાર્થીઓમાંથી 2291 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આમ, પ્રથમ દિવસે ધો.9 માં 41 ટકા અને ધો.11 માં 42 ટકા જેવી વિદ્યાર્થીઓની હાજરી નોંધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો