તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માસ્ક પહેરવા અપીલ:મોરબી જિલ્લામાં બે માસમાં લોકોએ 74.99 લાખનો દંડ ભર્યો પરંતુ માસ્ક તો ન જ પહેર્યા

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે માસમાં 7499 લોકો ઝડપાયા: કર્ફ્યૂં, સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરનાર સામે કાર્યવાહી છતાં લોકોને સુધરવું જ નથી

મોરબી જિલ્લામાં માર્ચ એપ્રિલ મહિના દરમિયાન કોરોના મહામારીએ અત્યંત ભયંકર સ્થિતિએ પહોંચી ચૂકી હતી. ઠેર ઠેર દર્દીની લાંબી લાઈનો લાગતી હતી. કોરોના સામે રક્ષણ આપવામાં માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ સૌથી મોટું હથિયાર હોવા છતાં અનેક લોકોએ જે રીતે માસ્ક લગાવવામાં અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવામાં બેદરકારી દાખવી જેના કારણે કોરોના કેસ બેફામ બન્યા હતા.

જિલ્લા કોરોના કેસ તેજ ગતિએ વધતા અંતે તંત્ર સફાળું જાગ્યું હતું અને રાત્રી કરફ્યુ, દિવસે આવશ્યક ચીજ વસ્તુઓ સિવાયની દુકાન બંધ કરવા લગ્ન પ્રસંગ કે મરણ પ્રસંગમાં મર્યાદિત લોકોની હાજરી, માસ્ક ન પહેરતા લોકોને દંડ ફટકારવા, સહિતની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મોરબી જિલ્લામાં 12.માર્ચથી 12 એપ્રિલ સુધીના બે મહિના દરમિયાન 7499 લોકો માસ્ક વિના પકડાયા હતા. પોલીસે આવા બેદરકાર લોકો પાસેથી કુલ 74.99 લાખ જેટલો આકરો દંડ વસુલ કરી તેઓને માસ્ક પહેરવા અપીલ કરી હતી.

523 સામે અલગ અલગ જાહેરનામા ભંગની ફરિયાદ
મોરબી જિલ્લામાં કોરોના મહામારીને ધ્યાને લઈ રાત્રી કર્ફ્યુ, એક જગ્યા પર બિનજરૂરી 4 થી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ મૂકવામા આવ્યો હતો તેમજ રીક્ષા કે અન્ય પેસેન્જર વાહનમાં પણ મર્યાદિત સંખ્યા કરતા વધુ લોકો બેસાડી સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા લોકો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

મોરબી જિલ્લામાં અલગ અલગ રીતે જાહેરનામાં તેમજ એપિડેમિક એકટ હેઠળ કુલ 523 લોકો વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.આ ઉપરાંત ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટનો ભંગ કરનાર 96 લોકો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...