નિમણૂંક:મોરબી જિલ્લામાં ઓબ્ઝર્વરોએ અધિકારીઓ સાથે ચૂંટણીની તૈયારી બાબતે સમીક્ષા બેઠક યોજી

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિધાનસભા ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા માટે ઓબ્ઝર્વરની નિમણૂંક કરાઇ

વિધાનસભા ચુંટણી દરમિયાન મોરબી જિલ્લામાં ચુંટણી કામગીરી શાંતિ પૂર્ણ રીતે પૂર્ણ થાય તેમજ આદર્શ આચારસહિતાની અમલવારી થાય તેના પર સીધી દેખરેખ માટે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા મોરબી ખાતે અલગ અલગ ઓબ્ઝર્વરની નિમણુક કરી છે આ નિમણુક પામેલ ઓબ્ઝર્વર દ્વારા આજે કલેક્ટર કચેરી સભાખંડ ખાતે ચૂંટણી વ્યવસ્થા સંદર્ભે સમીક્ષા બેઠક યોજી હતી.

આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર જી.ટી.પંડ્યા જિલ્લાની વસ્તી, મતદારોની સંખ્યા, પાછલી ચૂંટણીમાં થયેલ મતદાન, નવા નોંધાયેલા મતદારો, મતદાન મથકો, એપિકકાર્ડનું વિતરણ, વિશેષ મતદાન મથકોની દ્રષ્ટિએ જિલ્લામાં કરવામાં આવેલ આયોજનની પ્રેઝન્ટેશન દ્વારા વિગતવાર માહિતી આપી હતી.

આ ઉપરાંત, સ્વીપ પ્રવૃત્તિઓ સહિત દ્વારા મતદાનની ટકાવારી વધારવાનું આયોજન, MCC આદર્શ આચારસંહિતાના પાલન અર્થે લેવાયેલ પગલાઓની વિગતવાર માહિતી, MCC ભંગની ફરિયાદો અને કમ્પલેન મેનેજમેન્ટ, C-VIGIL અને DCC માં આવેલ કોલ અને ફરિયાદોના નિરાકરણ બાબતે વિસ્તૃત ચર્ચા- વિચારણા કરવામાં આવી હતી.

આ બેઠકમાં ઓબ્ઝર્વરઓએ જિલ્લામાં FST, SST, VVT સહિતની મોનિટરિંગ ટીમો, કાયદો વ્યવસ્થા અંતર્ગત લેવાયેલ પગલાંઓ, પોલીસ બંદોબસ્તના આયોજન, ચૂંટણી પ્રક્રિયામાં સામેલ સ્ટાફની તાલીમ, પોસ્ટલ બેલેટથી મતદાન વિશે માહિતી મેળવતા જરૂરી દિશા નિર્દેશો આપ્યા હતા.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધકારી પરાગ ભગદેવ, જિલ્લા પોલિસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, નિવાસી અધિક કલેક્ટર એન.કે. મુછાર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ. એમ. કાથડ, હળવદ પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય અને તમામ નોડલ અધિકારીઓ સહિત જિલ્લાના ચૂંટણી સાથે સંકળાયેલ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...