તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અભ્યાસનો અવસર:મોરબી જિલ્લામાં અધવચ્ચે શાળા છોડનારા બાળકો ફરી ભણી શકશે

મોરબી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોઇપણ કારણોસર જે બાળકોએ અભ્યાસ અધૂરો મુકી દીધો છે તેઓના નામ રેકોર્ડ પર લઇ ફરી અભ્યાસ કરવા પ્રેરવા માટે ખાસ ટીમ કામે લાગી છે. - Divya Bhaskar
કોઇપણ કારણોસર જે બાળકોએ અભ્યાસ અધૂરો મુકી દીધો છે તેઓના નામ રેકોર્ડ પર લઇ ફરી અભ્યાસ કરવા પ્રેરવા માટે ખાસ ટીમ કામે લાગી છે.
  • સરવે શરૂ, મોરબી જિલ્લાની 596 પ્રાથમિક શાળાના શિક્ષકો અને સમાજ સેવકો કામગીરીમાં જોડાશે

રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત 6 વર્ષથી મોટી ઉંમરના બાળકોથી લઈ વૃદ્ધ તમામને શિક્ષણ મેળવવાનો પૂર્ણ અધિકાર આપવામા આવ્યો છે અને તેને અનુલક્ષીને કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ ચલાવાય છે તો સમયાંતરે સર્વે કામગીરી, શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી સહિતના કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યા છે. હાલ મોરબી જિલ્લામાં અધવચ્ચે શાળા છોડી ગયેલા છાત્રોને ફરીવાર અભ્યાસ શરુ કરાવવા સર્વેની કામગીરી હાથ ધરી હતી. મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી બી.એમ. સોલંકીના માર્ગદર્શનમાં મુકેશભાઈ ડાભી એસ.ટી.પી.કો.ઓર્ડીનેટરની દેખરેખમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.

જે અંતર્ગત મોરબી જિલ્લાના 5 બીઆરસી અને 54 સીઆરસીના મોનીટરીંગ હેઠળ જિલ્લાની 596 પ્રાથમિક શાળાના આચાર્યોની દેખરેખમાં શહેરી વિસ્તારોમાં આવેલા ઝૂંપડાઓ, જાહેર માર્ગો પર રહેતા ગરીબ વિસ્તાર, સ્લમ વિસ્તાર,સિરામીક કે અન્ય ઔદ્યોગિક વિસ્તાર અને કન્સ્ટ્રકશન સાઇટ સહિતના વિસ્તારોમાં ઉપરાંત પ્રાથમિક શાળામાં અભ્યાસ અધુરો મૂકી કોઈને કોઈ કારણસર અભ્યાસ પડતો મૂકી દીધો હોય તેવા છાત્રોનો સર્વે કરવામા આવી રહ્યો છે. મોરબી જિલ્લામાં આ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.જે આગામી 9 જાન્યુઆરી સુધી ચાલશે. આ સર્વેનો રિપોર્ટ બીઆરસી, સીઆરસી દ્વારા ચકાસણી કરી જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂ કરવામાં આવશે.

જે બાદ રાજય સરકારના શિક્ષણ વિભાગને રિપોર્ટ રજૂ કરવામાં આવશે.આ બાદ સરકાર દ્વારા ભવિષ્યમાં સરકાર દ્વારા જે આયોજન કરવામાં આવે તેના થકી આગળ કાર્યવાહી થશે જેમાં અને આવા બાળકો માટે એસ.ટી.પી.વર્ગો શરૂ કરવામાં આવે છે. બાર માસ કે ચોવીસ માસ સુધી એસ.ટી.પી. વર્ગોમાં શિક્ષણ મેળવી લીધા બાદ બાજૂની શાળામાં અભ્યાસ કરતાં બાળકોની સાથે પરીક્ષા લઈ મેઈન સ્ટ્રીમ કરી શાળામાં ઉંમર પ્રમાણેના વર્ગમાં બાળકોને પ્રવેશ આપવામાં આવશે.

બાળકો દેખાય તો બીઆરસી ભવનમાં જાણ કરવા તાકીદ
ગરીબીના લીધે દીકરીઓને કામ માટે શાળાથી વંચિત રાખવામાં આવે છે,નાના ભાઈ બહેનની સાર સંભાળ રાખવા માટે તેમજ ધંધાના કારણે વાલીઓ સાથે બાળકો એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા હોય વગેરે કારણોસર ઘણાં બધા બાળકો શિક્ષણથી વંચિત રહી જાય છે આવા બાળકોનું સર્વે કરવામાં આવે છે.જ્યાં પણ આવા શાળા બહારના બાળકો જોવા મળે તો જે તે તાલુકાના બી.આર.સી.ભવનમાં અથવા ટોલ ફ્રી નંબર 18002333967 પર સંપર્ક કરવો. - બી.એમ સોલંકી , જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો