તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેલેન્ટાઇન નહીં, વાત્સલ્ય દિવસ:મોરબી જિલ્લામાં બાળકોએ માતા-પિતાનું પૂજન કરી વાત્સલ્ય દિવસ તરીકે મનાવ્યો

મોરબી20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જેમણે સંસ્કાર સિંચન કરી મોટા કર્યા એ વડીલોની વંદના સાથે કરી પર્વની ઉજવણી

હાલ પશ્ચિમી સંસ્કૃતિના વાયરામાં બાળકો યુવાનો ઘેલા બન્યા છે અને પશ્ચિમ દેશના તહેવારનું જાણ્યા સમજ્યા વિના આંધળું અનુકરણ કરી ગેરમાર્ગે દોરાઈ રહયા છે. આવા સમયમાં બાળકોએ ભારતીય સંસ્કૃતિ તરફ પરત ફરે અને આપણી સંસ્કૃતિમાં માતૃ દેવો ભવ: પિતૃદેવોનું મહત્વ સમજી આપણી ભારતીય સંસ્કૃતિ વિશે જાગૃત થાય એ માટે તેમજ પ્રેમ એ માત્ર પ્રિયપાત્ર પૂરતો સીમિત ન રહેતા પ્રેમ વ્યાપક બને,માતા પિતા પ્રત્યે પ્રેમ હોય,ભાઈ ભાઈ પ્રત્યે પ્રેમ હોય,રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ હોય,માનવ માનવ પ્રત્યે પ્રેમ હોય એ અત્યંત આવશ્યક છે,માટે સમગ્ર વિશ્વમાં પ્રિયપાત્રો એકબીજાને ગુલાબ અર્પણ કરી પ્રેમની અભિવ્યક્તિ કરી રહ્યા છે.

ત્યારે મોરબી જિલ્લાની ખાનગી, સરકારી પ્રાથમિક અને માઘ્યમિક શાળામાં અભાયાસ કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ તેમજ શિક્ષકોએ કોરોના કાળમાં ઘરે રહી પોતપોતાના માતા પિતાને કુમકુમ ચાંદલો કરી,આરતી ઉતારી, ચરણ પખાલી,ચરણસ્પર્શ કરી માતૃ પિતૃ પૂજન કરી અનોખું ઉદાહરણ પૂરું પાડયું હતું. અને વેલેન્ટાઇન ડે ઉજવવાને બદલે આપણી સંસ્કૃતિ તરફ પાછા વળી વાત્સલ્ય દિવસ તરીકે ઉજવણી કરવા બદલ જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભરતભાઈ સોલંકીએ તેમજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે સૌને અભિનંદન પાઠવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો