તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારી અંગે જિલ્લા કલેકટર જે.બી પટેલે વિગત આપતા જણાવ્યું હતું કે, 672 જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત જ્યારે 3 નગરપાલિકા માટે 189 મળી જિલ્લામાં કુલ 861 મતદાન મથકોની યાદી તૈયાર કરવામાં આવી છે. અને કુલ 4897 ચૂંટણી સ્ટાફ તૈયાર કર્યો છે. આ ઉપરાંત ચૂંટણી લડવા માંગતા ઉમેદવારે પોતાનું ફોર્મ કયા અધિકારીને જમા કરાવવનું રહેશે તેની પણ યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં મોરબી જિલ્લા પંચાયત માટે 5 આર.ઓ,તાલુકા પંચાયત માટે 10 અને 3 નગરપાલિકા માટે 4 આર.ઓ મળી કુલ 19 આરઓની પણ યાદી જાહેર કરવામાં આવી છે.
મોરબી જિલ્લા તાલુકા પંચાયતની કુલ 126 બેઠકો માટે ચૂંટણી લડતા રાજકીય પક્ષના ઉમેદવારોનું ભાવિ 5,38,270 મતદારો નક્કી કરશે. જયારે મોરબી, માળીયા અને વાંકાનેર પાલિકાની 104 બેઠકોનું ભાવિ 1,88,937 મતદારો નક્કી કરશે. આમ જિલ્લામાં કુલ 7,27,207 મતદારો ભાવિનો ફેંસલો કરશે.
વી.સી હાઈસ્કૂલ ખાતે ચૂંટણી અધિકારીને આજે ઇ.વી.એમ.ફાળવવામાં આવશે
28 ફેબ્રુઆરીએ યોજાનાર મતદાન પ્રકિયાને ધ્યાને લઇ ઇવીએમ ચેકીંગ, રેન્ડમાઇઝેશન તેમજ અન્ય કામગીરી એડવાન્સમાં પૂર્ણ કરી શકે તે માટે મતદાન મથક મુજબ આજે વી.સી હાઈસ્કૂલ ખાતે ચૂંટણી અધિકારીને ઇવેએમ જેમાં બેલેટ યુનિટ, કન્ટ્રોલ યુનિટ અને વિવિપેટની ફાળવણી કરશે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.