તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:મોરબી જિલ્લામાં વધુ 32 દર્દી કોરોનાના સકંજામાં સપડાયા

મોરબી7 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • 2880 દર્દીના ટેસ્ટ, 8 દર્દી ડિસ્ચાર્જ : 266 એક્ટિવ કેસ

મોરબી જિલ્લામાં સોમવારે 33 દર્દી કોરોના પોઝિટિવ જાહેર કર્યા બાદ મંગળવારે વધુ 32 દર્દી પોઝિટિવ જાહેર કર્યા હતા. મંગળવારે અારોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ કુલ 2880 દર્દીના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને 32 દર્દી પોઝિટિવ આવ્યા હતા.

આ 32 દર્દીમાં મોરબી શહેરમાં 11 ગ્રામ્યમાં 8, વાંકાનેર શહેર ગ્રામ્યમાં 2-2,હળવદ શહેરમાં 3 ગ્રામ્યમાં2,ટંકારામાં 3,અને માળીયામાં 1 કેસ જાહેર કર્યા હતા. બીજી તરફ 8 દર્દી સ્વસ્થ થતા તેઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કર્યા હતા. મોરબી જિલ્લામાં આજદિન સુધીમાં 2,01,395 દર્દીઓના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 3785 દર્દી કોરોના પોઝિટિવ આવ્યા હતા. આ પૈકી હાલ 266 એક્ટિવ કેસ છે. જ્યારે 3286 દર્દી સ્વસ્થ્ય થઈ જતા ડિસ્ચાર્જ કર્યા હતા.

જામકંડોરણામાં 26, ધોરાજીમાં 66 કેસ
ધોરાજીમાં કોરોના પોઝિટિવ 66 કેસ જ્યારે જામકડોરણા પંથકમાં 26 કોરોના કેસ પોઝિટિવ નોંધાયા છે. કોવિડ હોસ્પિટલ ખાતે હાલ 41 જેટલા દર્દીની સારવાર ચાલી રહી છે. ખાનગી હોસ્પિટલ પણ દર્દીઓથી ફૂલ છે. આ અંગે ધોરાજીના નાયબ કલેક્ટર મીયાણીએ જણાવ્યું હતું કે નગરજનો ગાઇડલાઇન્સનું પાલન કરે, માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સની અમલવારી કરે તેમજ કોવીડ રસીકરણ કરાવી લેવું હિતાવહ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો