તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાલીઓમાં જાગ્યો વિશ્વાસ:મોરબી જિલ્લામાં 1452 વિદ્યાર્થીએ ખાનગી શાળાને જાકારો આપી સરકારીમાં પ્રવેશ લીધો

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
બાળકોને યુનિફોર્મ વિતરણ શરૂ - Divya Bhaskar
બાળકોને યુનિફોર્મ વિતરણ શરૂ
  • કોરોનાકાળમાં ઓનલાઇન શિક્ષણ આપવામાં પણ સરકારી શાળાઓ આગળ રહી, વાલીઓમાં જાગ્યો વિશ્વાસ

મોરબી જિલ્લામાં ખાનગીમાંથી સરકારી શાળામાં પ્રવેશ અપાવનારની સંખ્યામાં વધારો આવ્યો છે. આ દરમિયાન કોરોના મહામારીના કારણે લોકડાઉન બાદ લાંબા સમયથી શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ બંધ છે અને ઓનલાઇન શિક્ષણ ચાલે છે. જો કે ઓનલાઇન શિક્ષણ થકી વિદ્યાર્થીઓને યોગ્ય ભણતર મળતું ન હોય બીજી તરફ કોરોનાં મહામારીના કારણે મધ્યમ વર્ગીય તેમજ ગરીબ પરિવારની આવક પણ ઘટાડો થવાના કારણે વાલીઓ શાળાની ફી ભરવા આર્થિક સંકડામણ અનુભવતા હોવા ઉપરાંત સરકારી શાળામાં પણ શિક્ષણની ગુણવત્તામાં ધીમે ધીમે સુધારો આવી રહ્યો છે. ઘણી શાળાના શિક્ષકો ખુદ અલગ અલગ વિસ્તારમાં જઈ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જરૂરી પુસ્તકો અને અન્ય સાહિત્ય આપી રહ્યા છે. જેનાથી વાલીઓ પણ વિદ્યાર્થીઓને સરકારી શાળામાં શિક્ષણ આપવા તરફ વળી રહ્યા છે.

મોરબી જિલ્લામાં નવા શૈક્ષણિક વર્ષના પ્રારંભમાં 1452 વિદ્યાર્થીના ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ થયો છે. જિલ્લામા સૌથી વધુ 861 વિદ્યાર્થી મોરબી તાલુકાના નોંધાયા છે. મોરબી શહેર, તાલુકામાં ખાનગી શાળાની સંખ્યા વધુ છે અને તેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી અભ્યાસ કરતા હતા. હવે શાળાઓ બંધ હોવાથી વાલીઓ તેમના બાળકોને સરકારી શાળામાં પરત મૂકી રહ્યા છે.

તાલુકા પ્રમાણે વિદ્યાર્થી

તાલુકોવિદ્યાર્થી
મોરબી861
વાંકાનેર236
હળવદ196
ટંકારા99
માળિયા60
કુલ1452

ધોરણ પ્રમાણે વિદ્યાર્થી

ધોરણવિદ્યાર્થી
2176
3241
4209
5225
6255
7182
8164
કુલ1452

​​​​​​​હાલ ગ્રાન્ટેડ શાળાઓમાં વર્ગો પૂરતા પ્રમાણમાં છે

મોરબી જિલ્લાની ગ્રાન્ટેડ શાળામાં ધો. 9ના વિદ્યાર્થીની જરૂરિયાત મુજબ તમામ વર્ગો પૂરતા છે.અને વિદ્યાર્થીની સંખ્યા મુજબ પ્રવાસી શિક્ષકોની ભરતી કરાશે. જ્યારે ખાનગી શાળા વર્ગો વધારવા માંગતી હોય તો તેમને ઓનલાઇન અરજી કરવાની રહેશે અને નિયમ મુજબ મંજુરી મળશે. આ વર્ષે ધોરણ 8 માંથી ધો. 9 માં જનારા કુલ 17,700 છાત્રો નોંધાયા છે. > બી.એમ.સોલંકી, જિલ્લા શિક્ષણ અધિકારી

અન્ય સમાચારો પણ છે...