સોયથી સુરક્ષિત:મોરબી જિલ્લામાં કુલ 14,000ના ટાર્ગેટ સામે 10,192 વિદ્યાર્થીએ કોરોના કવચ મેળવ્યું

મોરબી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
રસી લેવા માટે શાળામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહથી કતાર લગાવી. - Divya Bhaskar
રસી લેવા માટે શાળામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહથી કતાર લગાવી.
  • મોરબી જિલ્લામાં અલગ અલગ સેન્ટરમાં રજિસ્ટ્રેશન કરવામાં મુશ્કેલી જોવા મળી
  • 235 શાળા મળી કુલ 256 સેન્ટરમાં અપાઇ રસી, 145થી વધુ ટીમ કામે લાગી
  • 41,749 વિદ્યાર્થીને સુરક્ષિત કરવાનું લક્ષ્ય

મોરબી જિલ્લામાં 15થી 18 વર્ષના તરુણને સોમવારથી વેક્સિનેશન કાર્યક્રમ શરૂ કર્યું છે. મોરબી જિલ્લાની અલગ અલગ 235 શાળા તેમજ અન્ય સેન્ટર મળી 256 સેન્ટરમાં વેક્સિનેશન કામગીરી હાથ ધરી હતી. જેમાં કુલ 15થી 18 વર્ષના 10,192 વિદ્યાર્થીઓને, 18થી 44 વયના 2113 યુવાનોને તેમજ 45 વર્ષના 446 લોકોને રસી આપી હતી.

આરોગ્ય વિભાગ દ્વારા લાંબા સમયથી વેક્સિનેશન માટે આયોજન કર્યું હતી. જેના માટે 14 હજાર ડોઝ ફાળવ્યા હતા. જે અલગ અલગ 145 ટીમ વેક્સિનેશન માટે તૈયાર કરી હતી. જે 7 જાન્યુઆરી સુધી આયોજન ચાલશે. અને 41,749 વિદ્યાર્થીની યાદી તૈયાર કરી છે.અને તેઓને વેક્સિન આપવામાં આવી છે. મોટા ભાગની શાળામાં વિદ્યાર્થીઓમાં વેકસીન લેવાનો ઉત્સાહ જોવા મળ્યો હતો.

જસદણ પંથકની 41 શાળાના વિદ્યાર્થીઓને રસી અપાઇ
જસદણ પંથકની 41 શાળાના 5000 વિદ્યાર્થીને રસી અપાઇ હતી. જ્યારે બાકી રહેતી શાળામાં અભ્યાસ કરતા 1500 વિદ્યાર્થીને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાશે તેવું જસદણ બ્લોક હેલ્થ ઓફિસર ડો.ધવલ ગોસાઈએ જણાવ્યું હતું. જેમાં જસદણની તમામ સ્કૂલના સંચાલકો સાથે સંકલન કરી આરોગ્યની ટીમના ડો.અફઝલ, જીતુભાઈ પટેલ, વેક્સિનેશનના ઈન્ચાર્જ પંકજભાઈ ચાંવ અને સહ ઈન્ચાર્જ ડો.કેતનભાઈ પટેલ સહિતનાએ ઉપસ્થિત રહીને બાળકોને પ્રથમ ડોઝ આપ્યો હતો. જિલ્લામાં સૌથી વધુ રસીકરણ જસદણ પંથકનું નોંધાયું હતું.

વાલીની લેખિત સંમતિની જરૂર નથી
આ વેકસીન સ્વૈચ્છિક છે. જો વાલીઓ એમનાં બાળકોને શાળામાં વેક્સિન ન આપવામાં માગતા હોય તો ફરજિયાત નથી અને આ સિવાય વાલીઓએ વેક્સિન સંમતિ પત્ર આપવાની કોઈ જરૂરિયાત નથી. જોકે તકેદારીના ભાગેરૂપે વેકસીન લે તે ખૂબ જરૂરી છે. > ડો.વિપુલ કારોલિયા, પ્રોગ્રામ ઓફિસર

વાંકાનેરની એક ખાનગી શાળામાં કોરોનાની વેક્સિન લેવા માટે દરેક વાલી પાસે સંમતિ મગાઈ
​​​​​​​વાંકાનેર તાલુકાની એક ખાનગી શાળામાં વેક્સિનેશન માટે એક કેમ્પ રાખવામાં આવ્યો હતો. પરંતુ શાળાના સંચાલકોએ વાલીઓના સંમતી પત્ર મળ્યા બાદ જ વેક્સિનેશન કામગીરી શરૂ કરવામાં આવશે તેવા કારણ સાથે પ્રથમ દિવસે વેકસીન કામગીરી શરૂ કરી ન હતી.

ધોરાજીમાં રોજ 3,000 બાળકને સુરક્ષિત કરાશે
​​​​​​​ધો૨ાજી શહે૨માં ૨ોજ 3000થી વધા૨ે વિદ્યાર્થીને ૨સી અપાશે. આ તકે ધો૨ાજી તાલુકા બ્લોક હેલ્થ ઓફીસ૨ ડો. પુનીત વાછાણીએ જણાવ્યું હતું કે 15 થી 18 વર્ષના વિદ્યાર્થીઓને ૨સી અપાશે. ધો૨ાજી શહે૨ અને તાલુકામાં 7 મેડીકલ ઓફસ૨ અને 70 ક૨તા વધા૨ે કર્મચા૨ીની ટીમ ૨ોકાયા છે. શાળામાં પુરતી તકેદારી સાથે બાળકોને વેક્સિનેટેડ કરાશે.

અન્ય સમાચારો પણ છે...